આણંદ જિલ્લાના નાપાડ સ્થિત જામિઆ ફૈઝાને અહમદી સંચાલિત એફ એ પ્રાયમરી & સેકન્ડરી સ્કૂલ ના તેજસ્વી તારલાઓ તથા શિક્ષકગણ નો સન્માન સમારોહ આણંદ ના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

હઝરત પીર સુફી સૈયદ હામીદ કાદરીબાબા અહમદી સજ્જાદાનશીન ખાનકાહે અહમદી (વટવા)અમદાવાદ દ્વારા નાપાડ ગામે જામિઆ ફૈઝાને અહમદી સંકુલ ઉભું કરી મુસ્લિમ સમાજ ના બાળકો ને દિન ની સાથે દુનિયા નું ઉચ્ચતમ શિક્ષણ પ્રદાન કરી તેઓનું ભવિષ્ય બનાવી કારકિર્દી નું શ્રેષ્ઠ ઘડતર કરવા માટે જામીઆ ફૈઝાને અહમદી નામે ઇદારો શરૂ કરી કૌમ ની નિસ્વાર્થ સેવા ને અંજામ આપવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાળા એ ૨૦૨૫ મા ધોરણ-૧૦ માં ૧૦૦ ટકા પરિણામ પરિણામ મેળવેલ છે.જે શાળા ની યશકલગી મા મોરપીચ્છ ના ઉમેરા સમાન માનવામાં આવી રહ્યું છે.ત્યારે માર્ચ-૨૦૨૫ ની SSC બોર્ડની પરીક્ષામાં એફ એ પ્રાયમરી & સેકન્ડરી સ્કૂલ, નાપાડ-વાંટા ના ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ મા શિક્ષણ ક્ષેત્રે અવિરત રસ,રુચિ જાગૃતિ કેળવાય અને તેઓનો હોંસલો વધારવા ના આશય થી છાત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું.અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાથે જ જામીઆ ના શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું..જેમાં ૧૧ શિક્ષકો તેમજ ૧૫ વિદ્યાર્થીઓ ને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત તિલાવતે કુરાન થી થયા બાદ જામીઆ ના છાત્રો તરફ થી નાત તેમજ મનકબત રજૂ કરવામાં આવી હતી.

આ તબક્કે ઉપસ્થિત સરોવર એઝ્યુકેશન અમદાવાદ ના ડૉ. હિદાયતુલ્લાહ સૈયદે પોતાના પ્રાસંગિક ઉદબોધન માં કહ્યું હતું કે દુનિયાને ઇસ્લામએ સહુથી મોટી ભેટ આપી તે દારૂલ હિકમત નામની શૈક્ષણિક સંકુલ ની હતી.જેના વિશે તેમણે વિસ્તાર થી માહિતી પીરસી હતી.ઇસ્લામેં શિક્ષણ ને આપેલ મહત્વ ને વિવિધ દ્રષ્ટાંતો ને ટાંકી ને શિક્ષણ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.

ઇલ્મ તુમ્હે જહાં સે મિલે હાંસિલ કર લો,યે તુમ્હારી ખોઈ હુઈ વિરાસત હૈ” — મૌલાના સૈયદ અબરાર બાપુ

આ તબક્કે ખલીફ એ હુઝુર શૈખુલ ઇસ્લામ મૌલાના સૈયદ અબરાર હુસેન બાપુ એ જામીઆ ફૈઝાને અહમદી શુ છે તેના ઉદેશો શુ છે તેના પર વિગતે પ્રકાશ ફેંક્યો હતો.

“ઇલ્મ તુમ્હે જહાં સે મિલે હાંસિલ કર લો,યે તુમ્હારી ખોઈ હુઈ વિરાસત હૈ”,તેમ જણાવી શિક્ષણ ની મહત્તા અને વિજ્ઞાનમાં મુસ્લિમો નું યોગદાન પર વિસ્તાર થી માહિતી પ્રદાન કરી હતી.આજ થી ૨૦૦ વર્ષ પહેલા મદરસા માં આલીમ અને ડોકટર ની સાથે તાલીમ આપવામાં આવતી હતી.તે જમાનામાં મદરસા દિન અને દુનિયાની તાલીમ નું કેન્દ્ર બિંદુ હતા.જામીઆ જેવા સંકુલ માત્ર આણંદ જિલ્લા મા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાં હોવા જોઈએ તેવી મહેચ્છા મૌલાના અબરાર બાપુ એ વ્યક્ત કરી હતી.આજ ના યુગમાં મોબાઈલ એ રાક્ષસ જેવું દુષણ છે ::: સૈયદ યાસીન બાપુ જામીઆ ના ડિરેકટર યાસીન બાપુ એ જામીઆ ની શરૂઆત થી લઇ ને અત્યાર સુધી ની સફર અને હાલ આ મંજિલ સુધી પહોંચવામાં આવેલ ઉતાર ચઢાવ અને પડકારો પર પ્રકાશ ફેંક્યો હતો.છોકરીઓ માટે અલગ થી શાળા શરૂ કરવા જાહેરાત કરી હતી.

આ કામ માટે સમાજ ના દાનેશ્વરો એ આગળ આવી મદદરૂપ થવા અપીલ કરી હતી.આજે ગુજરાત માં ૭૦ લાખ જેટલા મુસ્લિમો છે.પરંતુ તેમની પાસે આજે કોઈ યુનિવર્સિટી ઉપલબ્ધ નથી જે ખરેખર દુઃખદ બાબત ગણાવી શકાય.મુસ્લિમો ને કવોલીટી એજ્યુકેશન પૂરું પાડી તેમની હાલત સુધારી શકાય તેમ છે.છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત માંથી એકપણ ઉમેદવાર યુપીએસસી માં સફળતા પ્રાપ્ત કરી શકેલ નથી તેના માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.વધુમાં તેઓ એ ઉમેર્યું હતું કે આજ ના યુગમાં મોબાઈલ એક રાક્ષસ સાબિત થઈ રહ્યું છે.જે અમારા બાળકો નું ભવિષ્ય ખતમ કરી રહ્યું છે.તેનાથી બાળકો ને દૂર રહેવા અને દૂર રાખવા વાલીઓ ને અનુરોધ કર્યો હતો.સાથે જ મોબાઈલ ના નુકશાન થી પણ હાજર લોકો ને માહિતગાર કર્યા હતા.આ તબકે અગ્રણી બિઝનેસમેન ખમીસા સિંધી તેમજ એકતા બેન્ક ના મેનેજર વસીમ સૈયદ દ્વારા છાત્રો ની સફળતા ને બિરદાવી રોકડ રકમ રૂપી પુરસ્કાર એનાયત કરાયું હતું.

મુનાફ સરે આભાર વિધિ કરી હતી.કાર્યક્રમ ના અંત માં જામીઆ ના વિદ્યાર્થીઓ એ જામીઆ તરાના અને ત્યારબાદ સલાતો સલામ રજૂ કરવામાં આવી હતી.હઝરત સૈયદ હામિદ બાવા કાદરી ની ખાસ દુઆઓ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી થવા પામી હતી.આ પ્રસંગે મૌલાના સૈયદ અબરાર બાપુ,સૈયદ જલાલી બાવા,રિયાઝ અલી કાદરી,ડીડી ન્યૂઝ ના પત્રકાર અલી સૈયદ,પ્રોફેસર તરીક સૈયદ,કારી બાપુ ,એમ.યુ.મીરઝા, સઈદ ભાઈ સીસોદીયા,નસરુદ્દીન રાઠોડ,ખમીસા સિંધી,એમ.જી.ગુજરાતી,સખી બાવા,ફિરોઝ ભાઈ મોદન, સૈયદ જુનેદબાપુ,બચુભાઈ દૂધવાળા ઉપરાંત સમાજના અગ્રણીઓ,દાતાઓ સહિત જામીઆ ના છાત્રો તેમજ વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









