સાયખા કેમિકલ ઝોન ની હિન્દ પ્રકાશ કેમિકલ કંપની ના કામદાર નું વીજ શોક લાગતા કરૂણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના સાયખા કેમિકલ ઝોન સ્થિત હિન્દ પ્રકાશ કેમિકલ પ્રા. લી. કંપની માં અકસ્માત નો બનાવ નોંધાયો છે જેમાં કંપની ના કામદારનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યા ની વિગતો સાંપડી છે.બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાયખા જી.આઇ.ડી.સી. મા આવેલ હિંદ પ્રકાશ કેમીકલ પ્રા.લી. કંપનીમા ગોડાઉન-૨ ની પાસે લોખંડની એંગલો JCB ને નડતી હોય તે એંગલો ખસેડવા જતા એંગલને અડતા લક્ષમણ ચૌહાણ નામના કામદાર ને કરંટ લાગતા તે બે-ભાન થઈ ગયો હતો.

તેનુ માથુ JCBના પાછળના નાના બકેટ સાથે અથડાવવા થી વીજ કરંટ લાગ્યું હતું.જેને કારણે કંપનીમા જ લક્ષમણ ચૌહાણ નું કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક કામદાર રામછબિલા રઘુનાથ સિંઘ ને માથા ને ભાગે ઇજાઓ પહોંચતા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે.આ બાબતે રામછબીલા સિંગ રઘુનાથ સિંગે વાગરા પોલિસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને પંચનામું કરી લાશને પી.એમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.નોંધનીય છે કે સાયખા કેમિકલ ઝોનમાં જેમ જેમ ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે તેમ તેમ અકસ્માતો ના બનાવો પણ વધી રહયા છે.છાશવારે બનતા અકસ્માત ના બનાવોમાં કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

ત્યારે સંબંધિત તંત્ર ત્વરિત એક્શનમાં આવી આવા બનાવો પર અંકુશ લાવવા કડક હાથે કામ લે તે જરૂરી બન્યું છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!