દહેજ પોલીસે બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી નો પર્દાફાશ કર્યો હતો.પોલીસે ત્રણ કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.

જ્યારે સાત થી વધુ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પીકઅપ ગાડી પડેલ છે.જ્યાં કેટલાક ઈસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલી ચાર ઈસમો પાઇપ અને ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરીન કેમિકલની ચોરી કરી બેદરકારી પૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખયામ તેવી પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પર થી ૩૫ લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલ કારબા નંગ-૧૬,ખાલી કારબા નંગ-૪૧ તેમજ આઠ વાહનો મળી કુલ ૩.૫૬ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દહેજ પોલીસે કેમીકલ ચોરીમાં ઝઘડિયા ના ઇન્દોર ગામે રહેતો દ્રાઈવર રમઝાનશા ઇસ્માઇલ દિવાન,કરજણ ના વલણ ગામના તોસિફશા ઉસ્માન દિવાન,રાજેસ્થાન ના ભેરારામ નારાયણરામ ચૌધરી, બાબુલાલ હનુમાન ચૌધરી ને ઝડપી પાડ્યા હતા.જ્યારે દહેજ પોલીસે સમીર ઉર્ફે સતારશા મલંગશા દિવાન સહિત સાતથી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે કેમીકલ ચોરી ઝડપી પાડતા કેમિકલ ચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









