આમોદ: રોઝાટંકારીયાથી મોભા ગામે પીક અપ ગાડીમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પોલીસે બે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી.

પુરવઠા મામલતદારે ઘઉંની ૩૬ થેલી તથા ચોખાની ૨૮ થેલી મળી કુલ ૯૦૦૦૦ નો મુદામાલ સીઝ કર્યો.

આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિક અપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઇને મોભા ગામે જતાં બે ઇસમોને આમોદ પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયા હતાં.સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહી કરતાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિક અપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમોદ પોલીસને ગત રોજ રાતના બાતમી મળી હતી કે મેહુલકુમાર કનૈયાલાલ શાહ રહે.ચોકારી,બ્રાહ્મણવાડી ખડકી તા.પાદરા જી.વડોદરા તથા નિતિનભાઇ ઉર્ફે અંકિત જીતુભાઇ પઢિયાર રહે.ચોકારી, ટેકરીવાળુ ફળિયું તા.પાદરા જી.વડોદરાનાઓ બોલેરો પીક અપ ગાડી જેનો રજી.નં. GJ-06-AZ-2711 માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝાટંકારીયાથી મોભા તરફ લઇ જાય છે.જે મળેલ બાતમી આધારે પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પીક અપ ગાડી આવતા તેને ઉભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણીયાની ઘઉંની થેલી નંગ-૩૬ તથા ચોખાની થેલી નંગ-૨૪ મળી કુલ નંગ-૬૦ જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે? જે બાબતે પુછપરછ કરતા બોલેરો પિક-અપ ગાડીના ડ્રાઇવર મેહુલભાઇએ જણાવ્યુ હતુ, કે અનાજનો મુદ્દામાલ અમોએ રોજા ટંકારીયા ગામેથી સલીમભાઇ સુલેમાનભાઇ ઉઘરાદર રહે.કોલવણા ગામ તા.આમોદ જી.ભરૂચ પાસેથી લઇ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહ રહે. મોભા સ્ટેશન તા.પાદરા જી.વડોદરાને આપવાનો હતો.જે અનાજના બીલ બાબતે પુછપરછ કરતા બોલેરો પીક અપ ગાડીના ડ્રાઇવરે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો.તેમજ અનાજનો મુદ્દામાલનુ કોઇ બીલ કે આધાર પુરાવો નહી મળતા પોલીસે બંને ઇસમોની અંગ ઝડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિ.રૂ.૫૦૦૦ તથા બોલેરો પીક અપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ ઘઉની થેલી નંગ-૩૬ જેનુ વજન ૧૮૦૦ કિ.ગ્રા જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૫૪,૦૦૦ તથા ચોખાની થેલી નંગ-૨૪ જેનુ વજન ૧૨૦૦ કિ.ગ્રા જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૩૬,૦૦૦ તથા સફેદ પીક અપ બોલેરો ગાડી જેની કિ.રૂ. ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૯૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો. આમોદ પુરવઠા મામલતદારે આજ રોજ બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉની થેલી નંગ-૩૬ જેનુ વજન ૧૮૦૦ કિ.ગ્રા જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૫૪,૦૦૦ તથા ચોખાની થેલી નંગ-૨૪ જેનુ વજન ૧૨૦૦ કિ.ગ્રા જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૩૬,૦૦૦ મળી કુલ ૯૦,૦૦૦ નો જથ્થો સીઝ કર્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!