ભરૂચ જિલ્લા સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય અપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક(વહીવટ) અને ઇ.ચા.નાયબ માહિતી નિયામક સંજય.પટેલ તારીખ ૩૧ મે ના રોજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ માહિતી કચેરી ખાતે યોજાયો હતો.

આ તબક્કે જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા, સુરત કચેરીના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા,સહાયક માહિતી નિયામક ચીમનભાઈ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓ એ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલે આપેલી સેવાકીય કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજનિષ્ઠા,સકારાત્મકતા સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન પ્રસંશનીય રહ્યું છે. તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે. અંતમાં,તેમણે નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી અને નોકરીની જવાબદારીઓ માંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી, પોતાના રસના વિષય ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું હતું.

આ તબક્કે, નર્મદાના ના.મા.નિયામક એ.વી.મછાર, વલસાડના ના.મા.નિ ભાવના વસાવા અને સુરતના ઇ.ચા.ના.મા.નિ ઉમેશ બાવીસા, સ.મા.નિ ચીમનભાઇ વસાવાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમણે એસ.આર.પટેલની કામગીરીને બિરદાવી નિવૃતિની શુભકામના પાઠવી હતી.કચેરીના માહિતી મદદનીશ યોગેશભાઇ વસાવા, અધિક્ષક બી.કે.વસાવા જુનિયર કલાર્ક આશિષ રાણા અને ઓપરેટર વસંતભાઇ સોજીત્રાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહયું કે સરકારી સેવામાં દાખલ થયા પછી ત્રણ મહત્વના તબકકા વ્યકિતના જીવનમાં આવે છે.બઢતી, બદલી અને નિવૃત્તિ આ એવો પ્રસંગ છે જેમાં ત્રણેય તબકકાઓના સ્મરણની ફૂલગૂંથણીનો આશરો લેવો પડશે.તેમણે પટેલ સાથે ની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળી તેમની સેવાઓને બિરદાવી નિવૃતિની શુભકામનાઓ પાઠવી હતી.

નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. અને માહિતી વિભાગમાં ૩૯ વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર ધ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ પટેલના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહયા હતા.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!