દહેજ GIDC ની એક કંપનીમાં આગની ઘટના બનતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.બનાવને પગલે ફાયર ટેન્ડર દોડી ગયા હતા.કલાકોની મહેનત બાદ આગ કાબુમાં આવતા કંપની સત્તધીશો સહિત વહીવટી તંત્ર એ રાહત નો દમ લીધો હતો.જોકે આગને પગલે એક કામદાર ના દાઝી જવાની માહિતી જાણવા મળી હતી.

સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રવિવારે સાંજના સમયે વાગરાની દહેજ જીઆઇડીસી ની શ્વેતાયાન કેમટેક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાજ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા.આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

કંપનીમાં સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો ભયભીત બન્યા હતા.આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં તેમજ કંપની કામદારોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી.આ લખાઈ રહ્યુ છે ત્યારે તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે.જ્યારે એક કામદાર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફાયર ની ઘટના દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયુ કરાયુ હતુ.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, કેમિકલ રિએકશન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શકયતા જોવાઇ રહી છે.સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના પગલા વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી હતી.આગને કલાકોના અંતે સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવતા કંપની સંચાલકો અને વહીવટી તંત્ર હાશકારો અનુભવ્યો હતો.જોકે, હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે,આગ હોનારત દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયુ કરાયું હતું. આ ઘટના ઘટના ને કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં કેમિકલ કંપનીઓની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓની શક્યતા હંમેશા રહે છે. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.
સૈયદ અમજદ(બાપુ)









