ખેડા જિલ્લા ના હાજીઓ માટે રતનપુર ખાતે હજજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત રાજ્ય હજ કમીટી દ્વારા ખેડા જિલ્લા માથી હજ પઢવા જતા હાજીઓ માટે હજજ ટ્રેનીંગ કેમ્પ રતનપુર ખાતે યોજવામાં આવ્યો હતો.દર વર્ષ ની જેમ ચાલું સાલે પણ સમગ્ર ગુજરાત માંથી અનેક હાજીઓ ઇસ્લામ ના પાંચ ફરજ પૈકી મહત્વ નો ફરજ અદા કરવા હજજ યાત્રા એ રવાના થનાર છે.ત્યારે ગુજરાત રાજ્ય હજજ કમિટી દ્વારા ગુજરાત ના દરેક જિલ્લાઓમા હજજ ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવી રહયા છે.

ખેડા જિલ્લાના હાજીઓ માટે રતનપુર ખાતે યોજાયેલ હજ તરબીયત કેમ્પ મા સમસ્ત ખેડા જિલ્લાના અનેક હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પ માં ફિલ્ડ ટ્રેનરો થકી હજ્જના વિવિધ અરકાન તેમજ મસાઈલ ઉપરાંત હજ્જ યાત્રા ની શરૂઆત તથા હજ્જ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગે અગત્ય ની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.ટ્રેનીંગ કેમ્પ મા ગુજરાત રાજ્ય હજ કમીટી ના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ ની અધ્યક્ષતા મા યોજવામાં આવ્યો હતો.ચેરમેન ઇકબાલ સૈયદ દ્વારા હાજીઓ ને કોઈપણ જાત ની તકલીફ ન પડે તે માટે દરેક પ્રકારની તકેદારી રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

સદર કેમ્પમાં ખેડા જિલ્લા હજજ ફિલ્ડ ટ્રેનર શાહીદ સૈયદ, એજાઝ સૈયદ, મોહસીન મીરજા તથા સોકત ખાન ઉપસ્થિત રહ્યા હતા.રાજય હજ સમિતિના માસ્ટર ટેનર મુફ્તી અશરફ રઝા, હાજી નીશાર અહેમદ, મુફ્તી સલમાન દ્રારા હજજ ના વિવિધ અરકાન ની મૌખિક તથા પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.બોમ્બે મરકેનટાઈલ બેન્ક દ્વારા સાઉદી રીયાલ હજ યાત્રાળુઓ ને ઉપલબ્ધ કરાવાયા હતા.આરોગ્ય વિભાગ ના ડૉ. એ.એ.પઠાણ દ્વારા વેકસીનેસન અને જરૂરી તબીબી માહિતી પુરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં ફિલ્ડ ટ્રેનર શાહીદ સૈયદે સ્વાગત પ્રવચન થકી તમામ હાજીઓ ને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. કાયકમ ને સફળ બનાવવા દ્દારુઉલમ રતનપુર ના સ્ટાફ તથા ગામના આગેવાન જનાબ હાજી શોકતખાન તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.અંત મા દુઆઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!