ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની જગ્યાઓ પર ભરતી માટે ભરૂચ ખાતે પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા માટે ની જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા કલેક્ટર અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, અધિક નિવાસી કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી નો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.જ્યારે ભરૂચ પ્રાંત અધિકારી ને સમગ્ર પરીક્ષા ની દેખરેખ માટે આયોગના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભરૂચ ખાતે ૮ કેન્દ્રો ઉપર ૧૭૬૦ ઉમેદવારો નોંધાયા હતા. ૧૭૬૦ પૈકી ૧૩૯૮ ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી હતી.જો કે ૩૬૨ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અગાઉ ના વર્ષો ની સરખામણીમાં આ વર્ષે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.અંદાજિત ૭૯.૦૫ ટકા હાજરીનું પ્રમાણ નોંધાયું હતું.એક પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારને લહિયાની સુવિધા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.સમગ્ર પરીક્ષા ના સફળ અને સુચારુ સંચાલન માટે કુલ ૨૦૧ અધિકારી,કર્મચારીઓ એ ફરજ બજાવી હતી.પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્ર એ રાહત નો દમ લીધો હતો.

સૈયદ અમજદ (બાપુ)










