ભરૂચ બસ ડેપો ખાતે એસટી ના સ્ટાફ માટે આંખ ચકાસણી તેમજ મફત ચશ્મા વિતરણ શિબિર યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી ના કર્મચારીઓ માટે આંખો ની તપાસ તથા નમ્બર ધરાવતા મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ માટે ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચર ઓક્સાઇડ અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી “ક્લિયર વિઝન સેફર રોડ” અંતર્ગત એસટીના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફના આંખો ના નંબર ની ચકાસણી તેમજ જરૂરિયાત ધરાવતા કર્મી માટે વિના મૂલ્યે ચશ્મા વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

હાલ ના વ્યસ્ત સમયમાં ડ્રાઇવર, કંડકટર કે જેઓ અવિરત મુસાફરોની વચ્ચે હોય છે, જેઓ ની પાસે પોતાની આંખો ની ચકાસણી કરાવવામાં માટે પણ સમય રહેતો નથી. તેઓ ને તેમના કાર્ય સ્થળ પર જ આંખો ની ચકાસણી થઈ જાય અને જરૂર જણાય ચશ્મા પણ મળી રહે તેવું આયોજન એન્ડોરામાં વેન્ચર્સ oxide પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરના એચ આર મેનેજર આશિષભાઈ પટેલ અને તેઓ ના ડોક્ટર પિયુષભાઈ ભેસાણીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.

 

જેમાં ભરૂચ એસ ટી વિભાગ ના કર્મચારીઓ એ ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં ભાગ લઇ આંખોની તપાસ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે તા.૧૬ એપ્રિલ ના રોજ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ આંખો માટે કેમ્પ યોજાશે,જેમાં પણ વધુમાં વધુ એક્સપ્રેસ રૂટના ડ્રાઇવર-કંડક્ટરો ની આંખો ની ચકાસણી કરરવામાં આવશે તેમ ભરૂચ ના એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા દ્વારા જણાવાયુ છે.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!