ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ ની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી દ્વારા ડ્રાઇવ (ઝુંબેશ) રાખવામાં આવી હતી.

ડ્રાઇવમાં એસ.ઓ.જી.ભરૂચ ટીમ તથા એલ.સી.બી.ટીમ તેમજ ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારી ઓ સાથે અલગ અલગ કુલ-૨૯ ટીમો બનાવી ભરૂચ જિલ્લામાં નશાકારક દ્રવ્યોના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા, કોલેજો પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી.કોલેજ તથા હાઇસ્કુલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દુર કરવામાં આવ્યા હતા. તેમજ શાળા, કોલેજો નજીક ક્રાઇટ એરીયામાં આવતા પાન-બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગારેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડકટનુ વેચાણ જણાઇ આવેથી ટોબેકો એકટ મુજબ રૂ.૧૩,૭૦૦ નો દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ માં પાન-બીડીના ગલ્લાઓ ઉપર આર્યુવેદિક સીરપ, પીણાની આડમાં વેચાતા નશાકારક પીણા અંગે સઘન ચેકીંગ કામગીરી હાથ ધરાઈ હતી. શાળા-કોલેજોની આસપાસ મહીલાઓની છેડતીના કોઇ બનાવો ન બને તે માટે તકેદારીરૂપે પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૈયદ અમજદ(બાપુ)









