નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી,ભરૂચ કૃષિ મહાવિદ્યાલય અને વન વિભાગ ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ૨૧ માર્ચ ના દિવસે આંતર રાષ્ટ્રીય વન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.કૃષિ કોલેજ ના આચાર્ય ડી.ડી.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિશ્વ વન દિવસ ની ઉજવણી પ્રસંગે ડો. હિરેન મકવાણા દ્વારા સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો.ડી સી એફ ઉર્વશી બેન દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું.

જેમાં તેઓ એ આંતરરાષ્ટ્રીય વન દિવસ સંદર્ભે વન દિવસ નું મહત્વ અને ઉજવણી પાછળ નો હેતુ સમજાવ્યો હતો.દિપક ફાઉન્ડેશન વડોદરા તરફ થી ઉપસ્થિત રહેલા અનિલ નાયરે વન અને ખોરાક તેમજ આજીવિકા પર સવિસ્તાર માહિતી પ્રસ્તુત કરી હતી.જ્યારે કૃષિ કોલેજ ના પ્રાધ્યાપક ડી એમ પાઠક દ્વારા ફોરેસ્ટ એન્ડ એગ્રીકલ્ચર વિષય પર રસપ્રદ વિષય ને સુસંગત જ્ઞાન પિરસ્યું હતું.

તેઓ એ વન અને કૃષિ એકબીજા ના પૂરક છે તેમ જણાવી માનવ સમાજ વન સંરક્ષણ માટે કેવી રીતે યોગદાન આપી શકે તે સંદર્ભે છણાવટ કરી હતી.અંત માં કાર્યક્રમ ના અધ્યક્ષ ડૉ.ડી.ડી પટેલે પ્રસંગ ને અનુરૂપ પોતાની આગવી શૈલી માં પ્રેરક પ્રવચન આપ્યું હતું.તેઓએ વન તેમજ કૃષિ સાથે માનવ સંબંધ પર વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા.ભરૂચ આર એફ ઓ મહાવીરસિંહ ડાભીએ આભાર વિધિ કરી હતી.વિશ્વ વન દિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ નો ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

આ તબક્કે એગ્રીકલ્ચર કોલેજ ના આચાર્ય ડૉ. ડી ડી પટેલ,પોલિટેક્નિક કોલેજ ના આચાર્ય એ.ડી.રાજ, પ્રાધ્યાપક ગણ તેમજ વનવિભાગ ના અધિકારીઓ સહિત કેવડિયા આરએફઓ,ડૉ.ડી.એમ. પાઠક અને કૃષિ કોલેજ ના અંતિમ વર્ષના છાત્રો ખાસ ઉપસ્થિત રહયા હતા.
સૈયદ અમજદ(બાપુ)









