ભરૂચના ભોલોવ બ્રિજ પાસેથી 91 હજારની કિંમતના દારૂ અને કાર સાથે બે આરોપીની ધરપકડ, બે ફરાર.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ પોલીસે શહેરના ભોલોવ બ્રિજ નીચેથી 55 ગુનામાં સંડોવાયેલા રીધા બુટલેગરની ધરપકડ કરી છે. જીજે 04 ડીએન 5357 નંબરની ફોર વ્હીલર કારમાંથી આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો પરીખ અને રોહન ઉર્ફે થીન્નો મનહરભાઈ ઠાકોર ઝડપાઈ ગયા છે.

એલસીબી પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 9 પેટી અને ખુલ્લી બોટલો મળી કુલ રૂ. 91,140ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ રૂ. કાર સાથે 6,11,140નો મુદ્દામાલ કબજે કર્યો છે.

એસપી મયુર ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ.પી.વાળા અને પીએસઆઈ ડી.એ.તુવરની ટીમે આ કામગીરી કરી હતી. દારૂનો જથ્થો મોકલનાર દિવ્યેશ હરેશભાઈ કાલરીયા અને કન્સાઈનર ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઈ વસાવા હજુ ફરાર છે. મુખ્ય આરોપી જીજ્ઞેશની પૂછપરછમાં તે ત્રણ મહિના પહેલા પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામધેનુ એસ્ટેટ-2માં પકડાયેલા વિદેશી દારૂના ગોદામ કેસમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર સામે ભરૂચ અને આસપાસના જિલ્લામાં કુલ 55 કેસ નોંધાયેલા છે.

Editor : – saddam b. bhatti 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!