રાજ્યકક્ષા ના કલા ઉત્સવ માં “સંગીત ગાયન”સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યું
ભરૂચ ના સામાન્ય ઘર ની દીકરી એ રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ માં ભરૂચ ને ગૌરવ અપાવ્યું હતું.રાજ્યકક્ષા ના કલા ઉત્સવ માં “સંગીત ગાયન”સ્પર્ધામાં ભરૂચ ની અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થી ની અને સામાન્ય રીક્ષા ચાલક પિતાની દીકરી કાવેરી ખરે એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તેમજ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.કાવેરી ખરે ખરેખર કોઈપણ પ્રકારની તાલીમ વગર માત્ર પોતાની પ્રતિભાના જોરે આજે તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ આજે રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લા તેમજ અંબે માતા વિદ્યાલય નું નામ રોશન કરતા ભરૂચ જિલ્લા શૈક્ષણિક આલમ મા ખુશહાલી ની લહેર પ્રસરી જવા પામી હતી.જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત પાંચ જીલ્લાનો રાજ્ય કક્ષાનો ” કલા ઉત્સવ “શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે તારીખ ૧૦,૧૧,અને ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબેમાતા વિદ્યાલયની વિદ્યાર્થીની કાવેરી વિજયભાઈ ખરે એ “સંગીત ગાયન” સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા અને અંબેમાતા વિદ્યાલયને ગૌરવાન્વિત કર્યા હતા.જેને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલ, ટ્રસ્ટના પ્રમુખ તેમજ અંબેમાતા વિદ્યાલયના પરિવારે વિજેતા કાવેરી ખરે તેમજ પ્રોત્સાહન આપનાર આચાર્ય હરેન્દ્રભાઈ ભગત અને સહયોગી શિક્ષિકા શ્રીમતી ઉમાબેન પટેલ ની કામગીરી ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

અંકલેશ્વરની ટીએમટી શાહ આદર્શ ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની સાનિયા પઠાણે પણ રાજ્યકક્ષાના કલા મહોત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
બીજી તરફ અંકલેશ્વરની ટી એમ ટી શાહ આદર્શ ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની સાનિયા આઝાદ ખાન પઠાણે પણ રાજ્યકક્ષાના કલા મહોત્સવમાં રાજ્ય કક્ષાએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.તેઓ ને પણ સમગ્ર ભરૂચ શિક્ષણ પરિવાર તરફ થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)









