ડભોઇ થી ટીંબી ફાટક જતા સુધીમાં લગાવેલ દિશા સૂચક સાઈન બોર્ડ દેખાતા નથી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સરકારી તંત્રની નિષ્કાળજી નો વધુ એક નમૂનો દેખાયો 

ડભોઇ મહુડી ભાગોળ બહારથી ટીંબી ફાટક જતા સુધી માં સરકારી તંત્ર દ્વારા રોડની સાઈડ પર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતાં. ક્યા ગામ તરફ જવાશે તે માટે ના દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બોર્ડની આજુબાજુ જંગલી બાવળ મોટા પ્રમાણમાં ઊંઘી નીકળ્યા હોય એને કારણે બોર્ડ દેખાતા નથી. જેના કારણે વાહન ચાલકો અંટવાઈ જાય છે. ખાસ કરીને વાહન ચાલકોને રાત્રી દરમિયાન આ દિશા સૂચક સાઈન બોર્ડની આગળ પાછળ જંગલી બાવળોનું સામ્રાજ્ય ફેલાયેલ હોવાથી આ બોર્ડ દેખાતા નથી.

ગ્રામ્ય વિસ્તારના લોકોને આ દિશા સૂચક બોર્ડ ન દેખાતા હોવાથી હાઇવે ઓથોરિટી દ્વારા જંગલી બાવળ કપાવી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. ચોમાસા દરમિયાન દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ચોમાસા ગયા પછી રોડની આગળ પાછળ ઊંગી નીકળેલ બાવળો કપાવાની કામગીરી કરવાની હોય છે.

પરંતુ સરકારી તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકોને ઘણીવાર કયા ગામ જવું છે. એના લગાવેલા બોર્ડ દેખાતા ના હોવાને કારણે વાહન ચાલકો અંટવાઈ જાય છે. ખરેખર બાવળ નું સામ્રાજ્ય વધુ વક્રી જવાના કારણે વાહન ચાલકોને પણ વાહન હંકારવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ આ દિશા સૂચક સાયન બોર્ડની આગળ પાછળ ઊંઘી ગયેલા બાવળના ઝાડ કપાવે તેવી વાહનચાલકોની અને રાહતદારીઓની તીવ્ર માંગ ઉઠવા પામી છે.

અહેવાલ:-  બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!