વસંતપંચમી ના શુભ અવસરે કેલનપુર ની શિક્ષીકાનું વસંતપંચમીના પાવન અવસર પર કેલનપુર ની શિક્ષિકા શ્રીમતિ નયનાબેન રમેશચંદ્ર ગાંધી ને શિક્ષણ સાગર ફાઉન્ડેશન દ્વારા ધનોદા, જી.રાજગઢ, મધ્યપ્રદેશમાં ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ રાષ્ટ્રીય નવાચારી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.શિક્ષણમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, નવતર પ્રયોગો, કલાઉત્સવ, કલા મહાકુંભ, વિવિધ પરીક્ષાઓમાં તથા શિક્ષણમાં સતત નવીનીકરણ તથા શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોને આ સન્માન સમારંભ માં દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આમંત્રિત કરી શિક્ષણ સાગર ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ખીજલીપુર વિધાયક હજારીલાલ ડાંગી તથા પોલીસ અધિક્ષક રાજગઢ, આદિત્ય કુમાર મિશ્રા તથા શિક્ષણ સાગર ફાઉન્ડેશનના અધ્યક્ષ શૈલેષભાઈ પ્રજાપતિ, શ્રીમતિ હંસા પાટીદાર, ગાયત્રી મેડમ દ્વારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આદરણીય ત્રિવેદી જી દ્વારા કરવામાં આવ્યું તથા સન્માનિત થયેલ શિક્ષકોને અધિકારીઓ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.તે માટે શિક્ષણ સાગર ફાઉન્ડેશન નો ખૂબખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









