ભરૂચ તાલુકા ના દયાદરા ની પ્રાથમિક કન્યાશાળા માં અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ના ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

બાળ વિજ્ઞાન મેળા ને ગામના અગ્રણી અને સામાજિક કાર્યકર ઇબ્રાહિમ બાજીભાઈ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં કન્યાશાળા ની છાત્રાઓ દ્વારા વિજ્ઞાન વિશે રોચક માહિતી પ્રદાન કરતા વિવિધ ટેબ્લો થકી માનવ જીવનમાં વિજ્ઞાન ની ઉપયોગીતા પર પ્રકાશ પાથર્યો હતો.

વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિઓ રજૂ કરનાર અને એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર છાત્રો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના સી.આર.સી ઘનશ્યામભાઈ, દયાદરા ગામના સરપંચ નફીસાબેન રુડી, ગામના વડીલ તથા શાળાને હર હંમેશ મદદરૂપ થનાર દાઉદભાઈ પ્રેમી(યુ.કે), ઇબ્રાહીમભાઇ બાજીભાઈ તથા શાળાના ભૂતપૂર્વ આચાર્ય અઝિઝભાઈ એ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા મા અભિવૃદ્ધિ ની સાથે વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.અગસ્ત્ય ફાઉન્ડેશન ના કો-ઓર્ડીનેટર્સ હેમુબેન પટેલ, મૈત્રી મિસ્ત્રી તથા શાળાના આચાર્ય સઈદ પટેલ તથા વિજ્ઞાન ના શિક્ષિકા રીમાબેન પટેલના માર્ગદર્શન હેઠળ દયાદરા કન્યા શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પ્રદર્શનને સફળ બનાવ્યુ હતું.

વિજ્ઞાન મેળા ની દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના છાત્રો સહિત ગામના જાગૃત નાગરિકો એ મુલાકાત લઇ વિજ્ઞાન ની અગત્યતા વિશે રસપ્રદ જાણકારી મેળવી હતી.
એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)










