સાવલી તાલુકાના ગોઠડા ખાતે ૭૬ મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાવલી તાલુકાના ગોઠડા ગામ ખાતે આવેલ ઘીમુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત. વિકાસ વિદ્યાલય ના પટાંગણમાં સ્વતંત્ર ભારત દેશના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાન સાથે કૌમીએખલાસ શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં રાષ્ટ્રીય ગીત દેશભક્તિ ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ના આયોજન થકી રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી વાસીમ અલી સૈયદ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. 

આ પ્રસંગે ઘી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ લાયક અલી સૈયદ. મંત્રી મકસુદ અલી સૈયદ. ટ્રસ્ટી ફારુક અલી સૈયદ . વાસીમ અલી સૈયદ. તસલીમ અલી સૈયદ. તેમજ વિકાસ વિદ્યાલય ના પ્રિન્સિપાલ આર.સી રાણા. તેમજ ગામના આગેવાનો .સામાજિક કાર્યકરો અને શાળા નો શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું સુંદર આયોજન કર્યું હતું. શાળાના ટ્રસ્ટી વાસીમ અલી સૈયદે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી પ્રસંગ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરી શાળાના વિદ્યાર્થીઓની અને શાળા પરિવારની. કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી .

ડિજિટલ યુગ ન્યૂઝ, સાવલી

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!