ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે મીમ સીટી ખાતે 12માં સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ પાસે આવેલી મીમ સીટી ખાતે 12 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 જોડા જોડાયા હતા. આ સમૂહ લગ્નનું સુંદર આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. દુલ્હા દુલ્હન બંનેને ભેટ આપવા મા આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરા ની નામાંકીત હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરા ના 25 વર્ષ પુરા થતા હોવાથી ઉજવણીના ભાગરૂપે આજે ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે આવેલ મીમ સીટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનો 12 મો સમૂહ લગ્ન આજરોજ રાખવામાં આવ્યો હતો.

આ સમૂહ લગ્નમાં 10 જોડાઓએ નિકાહ પઢી પ્રભુતા મા પગલાં માંડ્યા હતા. ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફતિ ઇમરાન સાહબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદી નસીન જનાબ સૈયદ સેફુલ્લા બાબા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસેન ,જુબેર ગોપલા ની, પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમુદ ખાન પઠાણ, આર. એફ. ઓ. 

ફિરોજભાઈ ખત્રી , મૌલાના સફિક પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાઝિયા હતા.

એકતા હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઇ શ્યામ વાલા નું મોમેન્ટો આપી સમાજમાં તેમણે આપેલી સેવાઓ બદલ સન્માન કર્યું હતું. સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઇ શ્યામ વાલા, સૈયદ અમીન, હફીજ‌ રાણા તેમજ તેમની આખી ટીમ એ રાત દિવસ જહેમત ઉઠાવી સમુહ લગ્નને સફળ બનાવ્યું હતું. સમગ્ર સમૂહ લગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટ યુગના, કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મુસ્લિમ સોશિયલ ગ્રુપના 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી ઉજવણીના ભાગરૂપે આયોજન

અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!