કરનેટ રેતીખનન સ્થળે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા બે કરોડના વાહનો જપ્ત 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી રેતીનો થતો કાળો કારોબાર

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી માંથી કાઢવામાં આવતી સફેદ રેતી નો કાળો કારોબાર ક્યારે બંધ થશે. વારંવાર પડતી ખાણ ખનીજ ની રેડો છતાં પણ બે નંબર યા થાકતા નથી. રોજબરોજ લાખો ટન રેતી ઓરસંગ નદીમાંથી ઉલેચવામાં આવે છે. અધિકારીઓની મિલીભગતના કારણે અને મોટા માથાનો હાથ હોવાના કારણે આ બે નંબરી પ્રવૃત્તિ બે રોકટોક પને ચાલે છે. નદી માંથી રેતી રોજબરોજ લાખો ટન નીકળે છે. આશરે સાત ટ્રક અને જેસીબી થઈ કુલ બે કરોડ ઉપરાંતનો મુદ્દામાલ ખાણ ખનીજે ઝડપી પાડ્યો હતો.

ડભોઇ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું રેતી ખનન ઝડપી પાડ્યું હતું. જેમાં એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડભોઇ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદી માંથી સફેદ રેતી નો વેપોલો ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના માફીયાઓ ચલાવી રહ્યા છે.અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ને કાર્યવાહી કરાતી હોવા છતાં પુનઃ આ વેપલો ધમધમવા માંડે છે તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસ ના નાટકીય દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા 

હાલ નગરજનોમાં ચર્ચાઈ રહેલ છે.

ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી વહન કરતા સાત વાહનો સહિત એક જેસીબી મશીન જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આશરે પાંચ ગાડીઓ ખાલી પકડવામાં આવેલી છે અને બે ગાડીઓ રેતી વહન કરતી ઝડપાઇ છે. ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ગેરકાયદે રેતી ખનન થતું અટકાવવા નક્કર પગલાં ક્યારે ભરશે? તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠી રહ્યા છે. હાલ તો ગેરકાયદેસર રેતી ખનન કરતા માફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ડભોઇ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી થતું ગેરકાયદેસર રેતી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા વાહનો ઝડપી પાડેલ જે તસવીરમાં નજરે પડે છે.

(તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!