હાજર શ્રદ્ધાળુએ પોતાની હાઝરી આપી પોતાની માનતાઓ પૂરી કરી ધન્યતા અનુભવી…

નર્મદા જિલ્લા નું જુના રાજ ગામ એ સાતપુડા ગિરીમાળાના કરજણ ડેમની વિશાળ જળરાશીના બીજી તરફ ના છેવાડે આવેલી જગ્યા છુપા ખજાના જેવી છે. અહી જંગલો છે, કુદરતી પાની છે, ભવ્ય ઇતિહાસ ના ખંડેરો છે અને આદિવાસી સંસ્ક્રિતી પણ છે. જુના રાજ એક સમયે રાજ્પીપલના ગોહીલ રાજઓની જુની રાજ્ધાની હતી,જેના અવશેષો હાલ પણ જોવા મળે છે.ચોમાસા પછી આ જગ્યા અદભુત લાગે છે.અહી આવેલ નીલકંઠેશ્વેર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજણ ડેમની જળરાશીમા અડધા ડુબી જાય છે.અનેક મંદિરો તેમજ વલી બુર્જુગોની મઝાર આવેલ છે.જેનાં દર્શન માટે સ્થાનિક લોકોની નાવડી દ્રારા જઇ શકાય છે.જે સફર રોમાચક લાગે છે.
જુના રાજ જવાના બે રસ્તા છે.એક રાજ્પીપલા થી કરજણ ડેમ થઇ જંગલ વીસ્તાર માથી જતો કાચો રસ્તો જે ડેમ ના કિનારે કિનારે ચાલે છે.અને સફર મા છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દ્રશ્યોનો સતત સાથ આપે છે.જયારે બીજો રસ્તો કરજણ ડેમથી બોટ કે નાવડી દ્રારા જુના રાજ જવાનો છે.જે સાહસ અને રોમાંચ આપે છે. પ્રાચીન કાળની ઐતિહાસિક સૈફૂં દાદા ની મઝાર શરીફ આવેલ છે. તે મઝાર શરીફ તારીખ 19 જાન્યુઆરી એ સહજાદાએ ગાદીનશીન મોહમ્મદ અઝીઝ બાવા ઉર્ફે પિન્ટુ બાવા આગેવાની માં સલાતો -સલામ અને દુઆ સાથે સંદલ શરીફ ની વિધી સંપન્ન કરવામાં આવી હતી.
દરગાહ શરીફના ખિદમતગાર તોશીફ રંગુની આમોદ તેમજ ઇકબાલ બાપુ કાપોદ્રા તેમજ મહેન્દ્રભાઈ રાઠવા કવાંટ તેમજ ફારૂક બાપુ ભરૂચ સાદિક બાપુ સુરત તેમજ઼ રૂપસિંહ ભગત કવાંટ તેમજ સચીન સુથાર વડોદરા વગેરે ખિદમદગારો એ ખડે પગે હાજર રહીમહાપ્રસાદી સાથેના સમગ્ર કાર્યક્મ નું આયોજન કરવામાં આવ્યું હતું
ડિજિટલ યુગ ન્યૂઝ નર્મદા









