બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન

સરકારની “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એકલવ્ય રેસીડેન્સી સ્કૂલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના સફળ અમલીકરણ થકી સરકાર પ્રયાસરત: ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા

છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ, કવાંટ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા કિશોરી, મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિશોરીઓના આરોગ્ય, ખોરાક, શિક્ષણ સહિતની દરેક બાબતની દરકાર સરકાર કરી રહી છે. ત્યારે દીકરીઓ આ દરેક યોજનાનો લાભ લે એ જરૂરી છે. ત્યારે વિવિધ યોજનાઓનો લાભ લઈ સુપોષિત અને સક્ષમ બનવા અને અન્ય કિશોરીઓ સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ સહિત તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાના વિષ્ય નિષ્ણાંત, રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહેલ કિશોરીઓ, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યાં હતાં.
એહવાલ:- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર









