ડભોઇ નગર તેમજ તાલુકાના લોકોએ મકર સંક્રાતિ પર્વ ધાર્મિક અને સામાજિક બંનેવ રીતે સંકળાયેલ હોઈ જેની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પર્વ નિમિતે ચાંદોદ ખાતે નર્મદા સ્નાન અને દાન કરી તેમજ ગાયમાતાને ઘૂઘરી ખવડાવી ડભોઇ નગર અને તાલુકા ના લોકો ધન્યતા અનુભવતા હતા.ઉતરાયણના દિવસે પવન હોવાથી પતંગ ચગાવવાની મજાજ ઓર લાગતી હતી. પતંગ રસિયાઓ હાથ પર પટ્ટી લગાવી ને અને માથા પર કેપ લગાવી પતંગ ચગાવતા હતા. ઉતરાયણના દિવસે સહેજ પણ ઠંડીની પરવા કર્યા વગર સવારથી જ ડભોઇ નગર અને તાલુકાના લોકો ધાબા ઉપર અને મકાનના છાપરા પર પતંગ ચગાવવા માટે કુટુંબ સાથે તેમજ મિત્રો સાથે પહોંચી ગયા હતા. વહેલી સવારે દેવ દર્શન કરી અને પુણ્યદાન કરતા નગરજનો નજરે પડતા હતા.

મકરસંક્રાંતિએ પુણ્યદાન ની સાથે સાથે આજરોજ નદીઓમાં સ્નાન નું મહત્વ સામાન્ય દિવસ કરતા અધિક હોય છે. ઉતરાયણના દિવસે પતંગ રસીયા ઓની પતંગ પુરબહારમાં ચગેલી જોવા મળતી હતી. તેના કારણે પતંગ અને દોરાના પૈસા પ્રમાણ પડયાનો એહસાસ થતો હતો. પતંગ ઉત્સવ મનાવવા માટે ધાબા ઉપર અને છાપરે ચડેલા યુવાનો યુવતીઓ અને વૃદ્ધોએ ડીજે ઉપર અને માઇક ઉપર એ કાપ્યો છે ની બૂમો પાડતા મજા માણી રહેલા જોઈ શકાતા હતા.

પતંગોના દાવપેચ માટે પતંગ રસિયાઓ સજ્જ બન્યા હતા. જેમાં કેટલાક લોકોએ સુતાવેલ દોરી એવી હતી કે ખેંચ મારીને પતંગ કપાય જ્યારે કેટલીક દોરીમાં ઢીલ આપીને પતંગ કાપવામાં આવતો હતો. ત્યારબાદ એ કાપ્યો છે. ની બૂમો વચ્ચે આનંદ અને ઉલ્લાસ પૂર્વક બાળકો ઉતરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડતા હતા. ડભોઇ નગર અને તાલુકાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવા પામ્યું હતું મકરસંક્રાંતિ પર્વ ધાર્મિક અને સામાજિક રીતે સંકળાયેલો હોવાથી એની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ઉતરાયણના દિવસે પવન નો સાથ મળતાં લોકોને પતંગ ચગાવવાની ભરપૂર મજા આવી હતી. બીજે દિવસે વાસી ઉતરાયણ પવન નો સાથ મળતા પતંગ રસિયાઓનો ઉત્સાહ છવાઇ જવા પામ્યો હતો. આમ બે દિવસ લોકોએ ભરપૂર પતંગ ચગાવીને મજા માણી હતી.
ઉતરાયણના દિવસે નગરના માર્ગો સુમસામ નજરે પડતા હતા. રાજકારણીઓ તેમજ નગરપાલિકાના સદસ્યોએ પણ પોતાના કુટુંબ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગની સાથે રાત્રિના સમયે ધાબા ઉપરથી સુંદર આતશબાજી પણ કરવામાં આવી હતી. એના કારણે આકાશમાં આજે આખો નજારો કંઇક અલગ જ દેખાતો હતો. બાળકોના પોકારો વચ્ચે ભારે આનંદ અને ઉત્સવ સાથે ઉત્તરાયણની ડભોઇ નગરજનોએ મજા માણી હતી. બાળકોએ ઉતરાયણ પર્વની બે દિવસ ભરપૂર મજા માણી હતી.
ઉતરાયણ પર્વની બે દિવસ ધૂમધામથી ઉજવણી કરાઈ

ડભોઇ નગર અને તાલુકામાં ઉતરાયણ પર્વની ઉજવણી ધૂમધામથી ડીજેના તાલે કરવામાં આવી હતી. ડભોઇ નગરપાલિકા સદસ્ય શીતલબેન પટેલ સાથે મિત્રો ઉતરાયણ પર્વની મજા માણતા તસવીરમાં નજરે પડે છે.
( તસવીર : બાલકૃષ્ણ શાહ –ડભોઇ )









