ડભોઇ ની પૌરાણિક ગૈબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે હીન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુ એ આસ્થા થી માથુ ટેકવી પીર વલી ગૈબનશા પીર દરગાહ ના દર્શનાર્થે હાજરી આપી હતી.લોકો ગૈબનશા પીર દરગાહે પોતાના દુખ દર્દો ની માનતા માની હંમેશા પીર ની દરગાહ નો આશરો લેતા હોય આજરોજ દરગાહ નો ઉર્સ હોવાથી મોટી સંખ્યા મા હીંન્દુ મુસ્લીમ સમાજ ના લોકોએ હાજરી આપી હતી.બે દિવસ સુધી ગૈબનશા પીર દરગાહ નો મેળો ભરાતો હોય દુરદુર થી શ્રધ્ધાળુઓ દરગાહ ના દર્શનાર્થે આવી ઉર્સ મા સામેલ થઈ પોતાની મનોકામનાઓ પરીપુર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે.

ડભોઇ ની પૌરાણિક ગૈબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે ગૈબનશા પીર દરગાહ ટ્રસ્ટ તેમજ ગૈબનશા પીર મસ્જીદ ટ્રસ્ટ ધ્વારા ખુબજ સુંદર વ્યવસ્થા કરવામા આવે છે.જેમા દરગાહ પર દર્શનાર્થે આવતા હીન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ ને કોઇપણ જાતની તકલીફ ના પડે તે રીતે ની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારુ આયોજન કરી પીવાના પાણી, નિયાજ સહીત નુ સુંદર આયોજન પણ કરવામા આવે છે. ગૈબનશા પીર દરગાહ પર આવતા જરુરતમંદ, દીન દુખિયાઓ શ્રધ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ, શરીર મા ગાંઠ થવી, નિસંતાન દંપત્તિ, તેમજ ધંધારોજગાર થી પડી ભાંગેલાઓ પોતાની માનતા લઈ આવતા હોય અકીદતમંદો ની માનતા પરીપુર્ણ થતી હોય તેઓ દરગાહ ના ઉર્સ મા ખાસ સામેલ થઈ વલી ગૈબનશા પીર દરગાહ ના દર્શન કરી આસ્થા સાથે માથુ ટેકવી પીર ની દુઆઓ ના સદકે થયેલા દુખદર્દો થી આનંદ વિભોર થઈ હ્રદય પુર્વક આભાર માની ફુલ, અગરબત્તી, શ્રીફળ વધેરી માનતા પુર્ણ કરતા હોય છે. તો ખમતીધર લોકો પેંડા, સુખડી, બુંદી નો મણબંધી પ્રસાદ લાવી ઉર્સ મા વહેંચણી કરતા હોય ગૈબનશા પીર દરગાહ હીન્દુ મુસ્લીમ આસ્થાનુ પ્રતિક બની રહી છે.ત્યારે ઉર્સ મા ચગડોળ, રમકડા, ખાણીપીણી ની લારીઓ, પથારા અને સ્ટોલ મોટા પાયે લાગતા હોય લોકો ની રોજીરોટી માટે પણ ઉર્સ યાદગાર બની રહે છે. ઉર્સ પ્રસંગે દરગાહ તેમજ મસ્જીદને લાઇટ ડેકોરેશન થી સજાવવામા આવી છે. જ્યારે સામે આવેલ જલાલશા પીર દરગાહ પણ ઉર્સ પ્રસંગે શ્રધ્ધાળુઓ માટે આસ્થા નુ કેંદ્ર બની રહી છે.
અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









