વાગરા: ભરૂચ જિલ્લાના ચોલાદ ગામમાં ગેરકાયદે માટી ખનન પર દરોડો; ભેરસમ-સાયખા રોડ પરથી ૪ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રાંત અધિકારીએ ભરૂચ ના ચોલાદ ની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરા ના ભેરસમ- સાયખાં રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સિઝ કર્યા

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ નું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી.જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વો માં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એ એક પછી એક જગ્યા એ પોતાની ટીમ ને લઈ ગેરકાયદે ખનન ની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી ને અંજામ આપી રહ્યા છે.

ત્યાંજ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણી ને ભરૂચ ના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી.માહિતી મળવા સાથેજ મહિલા અધિકારી પોતાની ટીમ ને લઈ રાત્રી ના અંધકાર માં નીકળી પડ્યા હતા.ચોલાદ ની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઇ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા ના વાહનો ને સીઝ કરી તાલુકા પોલીસ ના હવાલે કર્યા હતા.

 વાગરા ના સાયખાં- ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા.છ હાઈવા જેની કિંમત રૂપિયા ૨.૪ કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસ ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ તો મહિલા અધિકારી ની કાર્યવાહી ને લઈ ખનીજ નું ગેરકાયદે ખોદકામ કરતા તત્વો માં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!