દહેજ ખાતે આવેલ યુ.પી.એલ. કંપનીમાં લેન્ડલુઝર્સ ને નોકરી પર નહિ લેતા કડોદરા ગામના અગ્રણીઓ અને અસરગ્રસ્ત ખેડૂતો કંપની ગેટ ઉપર ધરણા પર બેસી જતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો.નોકરી નહિ મળે ત્યાં સુધી ધરણા કરવાની લેન્ડલુઝર્સએ ચીમકી ઉચ્ચારી હતી.જેને પગલે કંપની સત્તાધીશો માં દોડધામ મચી જવા પામી હતી.

વાગરા તાલુકામાં અનેક વિધ કંપનીઓ આકાર પામી રહી છે.તાલુકામાં આવેલ દહેજ GIDC એ ભારતભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.પરંતુ તેમ છતાં હજુ પણ ઇન્ડસ્ટ્રીઝ ના કેટલાક પ્રશ્નો વણ ઉકેલ્યા છે.ઉદ્યોગ નગરી માં આ પહેલા પણ લેન્ડલુઝર્સના પ્રશ્ને અગાઉ પણ આંદોલનો થઈ ચૂક્યા છે.ત્યાં જ પુનઃએકવાર કંપની સામે વિરોધની ઘટના સામે આવી છે.વાગરા ના કડોદરા ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન ગુમાવી છે ત્યાં આજે યુ.પી.એલ. કંપની એ આકાર લીધો છે.કંપની ની શરૂઆત થયા પછી પણ ગામના ૮૦ થી વધુ લેન્ડલુઝર્સ ને અનેકવાર ની રજૂઆતો કરવા છતાં નોકરી નહિ મળતા તેઓએ કંપની વિરુદ્ધ ધરણા નું હથિયાર ઉગામ્યુ હતુ.કડોદરા ના અગ્રણી યોગેશ ગોહિલ તેમજ રયજીભાઈ સહિત ના ગામના લેન્ડલુઝર્સ બપોરના સમયે મહિલાઓ સહિત કંપનીના ગેટ ઉપર બેસતા મામલો ગરમાઈ જવા પામ્યો છે.વિરોધ પ્રદર્શન કારીઓએ યુ.પી.એલ કંપની હાય હાય ના નારા લગાવતા આસપાસ નું વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.જ્યાં સુધી કંપની સત્તાધીશો નોકરી નહિ આપે ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતો લડી લેવાના મૂડ માં જણાઈ રહ્યા છે.હવે જોવુ રહ્યુ કંપની નોકરી મામલે કેવો અભિગમ દાખવે છે એ તો સમયજ બતાવશે.

સ્થાનિક લોકો પાસે GIDC દ્વારા સસ્તા ભાવે જમીન લેવામાં આવી હતી અને ખેડૂતોને એક આશા હતી કે અમારી જમીન પર કોઈક એવી સારી કંપની આવે અને અમારા બાળકોનું જીવન સુધરે સ્થાનિક લોકોને ધંધા રોજગારી મળી રહે આ હેતુથી ખેડૂતોએ GIDC ને જમીન આપવામાં આવી હતી પણ હાલના સમયમાં કંઈક તેનાથી અલગજ થઈ રહ્યું છે હાલ સ્થાનિકોને રોજગારી માટે કંપનીના ગેટ પર બેસવું પડે કંપનીના ગેટ પર આંદોલન કરવું પડે આ કેટલી હદય યોગ્ય છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતુ. સ્થાનિક લેન્ડ લુઝરોને નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લુઝર ખેડૂતોની ફાઈલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ લાગ્યા છે. જો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં કંપની ના ગેટ સામે ગાંધીચિંધિયા માર્ગે પર આંદોલન કરવા સાથે હાઇકોર્ટના દરવાજા ખટ ખટાવવાની ચીમકી પણ ઉચ્ચરાઈ છે.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









