
ભરૂચ જીલ્લામાં મિલ્કત સબંધીત ગુનાઓ શોધી કાઢવા સારૂ અને નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જંબુસર ની સુચનાઓ અન્વયે મિલ્કત સબંધીત ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અન્વયે આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા સારૂ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.વી. પાણમીયા તથા પો.સ.ઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિશ્વાશુ બાતમીદારોથી બાતમી મળતા તાત્કાલીક એક્શન લઈ ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી

ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ટીમવર્ક દ્વારા કામગીરી કરી ચોરી ના મુખ્ય આરોપીઓ મુબારક ઈસ્માઈલ રહીમ મલેક તથા અનસ યુનુશ યાકુબ પટેલ બન્ને રહે,જંબુસર જી.ભરૂચ નાઓ ને ગણતરીના કલાકો માં ઝડપી પાડી ચોરીમા ગયેલ મુદ્દામાલ જેમાં વોલ્ટાસ કંપનીના કુલ છ એસી તથા એક લીનોવો કંપનીનુ લેપટોપ સહિત ચોરીમા ગયેલ કુલ રૂ.૧,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદ્દામ બી. ભટ્ટી જંબુસર









