ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો રહેતા ડભોઇના બજારોમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડભોઇ નગર ના ટાવર વિસ્તારમાં તો વળી વડોદરી ભાગોળ થી લઈ ડેપો જવાના માર્ગ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રેલો સુતાવવા જવા માટે નગરના તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં આજરોજથી જોવા મળ્યા હતા.

યુવા વર્ગ રેલ સુતાવવા માટે નગરના મુખ્ય બજારો માં દોડાદોડી કરતા નજરે પડતા હતા. સૌથી સારી રેલ સૂતનારાઓને ત્યાં લાઇન લાગેલી જોવા મળી હતી. જેમ જેમ ઉતરાયણ નજીક આવતી જાય છે. તેમતેમ રેલ સૂતનારાઓની ઘરાકી વધતી જાય છે. ચોકસી બજારના કેટલાક વિસ્તારમાં તો રેલ સૂતનારાઓને ત્યાં મેળો જામ્યો હોય એવું લાગે છે.

 ડભોઇ નગરના પતંગ બજારમાં તૈયાર રેલો પણ આવી ગયેલ છે. નડિયાદની તૈયાર રેલ નગરના બજારોમાં ઠેર ઠેર દુકાનો પર ટિંગાળેલી જોવા મળે છે. પરંતુ હાલમાં આ તૈયાર રેલની ધરાકી નીકળેલ નથી નું પતંગ ના વેપારી અંબિકા પતંગ સ્ટોર વાડાએજણાવ્યું હતું તેમને કહ્યું કે છેલ્લા છેલ્લા આ તૈયાર રેલ વેચાય છે. ઉતરાયણ અંગે પતંગ ના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતાં સાંભળવા મળ્યા હતા કે વર્ષોથી ઉતરાયણ પર્વ બે દિવસ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ નગરજનો ઉજવતા હોય છે બીજા તહેવાર જો ના મનાવતા હોય પરંતુ ઉત્તરાયણ તો ઉજવવા માટે અગાઉથી તૈયારી માં લાગી જાય છે ગમે તેમ પણ આ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ હંમેશા અગાઉથી તેનું આયોજન કરી દેતાં જોવા મળે છે. અબાલ વૃદ્ધ ,મહિલાઓ, યુવાનો, યુવતીઓ અને બાળકો નું પ્રીય પતંગ પર્વની ધામધૂમથી ઉજવવા માટે પતંગ બજારમાં ઘરાકી નીકળેલ હતી અને સુતનાર રેલ વાળાને ત્યાં પણ સુતાવવા માટે લાઈનો જોવા મળી હતી.

 આ વર્ષે પતંગ અને દોરામાં ૧૦ થી ૨૦ ટકા ટકા જેટલો વધારો જોવા મળેલ છે. કારણ કે પતંગ બનાવવામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ વધતા હોવાથીઆ વધારો થયેલ છે. ડભોઇ નગર અને તાલુકામાં થઈ પતંગ પર્વમાં રેલ અને પતંગો પાછળ લાખો રૂપિયા ઉપરાંતનું ટર્નઓવર થતું હોવાનું અનુમાન છે. અગાઉના વર્ષોમાં ડભોઇમાં ગણ્યાગાંઠ્યા પતંગો નો વેપાર કરતા હતા. હવે તો જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો નજરે પડે છે. મકરસંક્રાંતિ ધાર્મિક અને સામાજિક બંને રીતે આ તહેવાર સંકળાયેલ હોય જેની ધામધૂમથી ઉજવણી લોકો કરતા હોય છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ડભોઇ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!