ડભોઇ ચોતરીયાપીર દરગાહ ના પ્રાંગણ માથી લીલા વૃક્ષો કપાવી નાખતા થયેલ ફરીયાદ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તિલકવાડા માર્ગ પર આવેલ ચોતરીયાપીર દરગાહ ના પ્રાંગણ માથી પરીપકવ લીલા છમ વૃક્ષો કોઇપણ જાતની પરવાનગી વિના કપાવી નાખતા દરગાહ ના મુજાવર સહીત 10 જન સામે મામલતદાર કચેરી મા કાયદેસર ની કાર્યવાહી કરવા ટ્રસ્ટી એ જ અરજી ફરીયાદ આપતા તપાસ હાથ ધરાઇ છે.

ડભોઇ તિલકવાડા માર્ગ પર કેનાલ ની બાજુમા વર્ષો જુની હીંન્દુ મુસ્લીમ આસ્થાના પ્રતિક સમાન ચોતરીયાપીર બાબાની દરગાહ આવેલ છે.જ્યા વર્ષોની પરંપરા મુજબ ઉર્શ ની ઉજવણી પણ થાય છે. તેમજ અકિદતમંદો પોતાની મુરાદો, આશાઓ, આકાંશાઓ સાથે મન્નત માની ટેક પુરી થતા પોતાની આસ્થા મુજબ નો ચઢાવો કે નિયાઝ પણ કરતા હોય છે.દરગાહ તળાવ કિનારે આવેલ હોવાથી કુદરતી વાતાવરણ, પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષો વાવી તેનો ઉછેર પણ કરવામા આવે છે.તેમજ બગીચો પણ બનાવી દરગાહ પર આવનારા લોકો માટે બેઠક વ્યવસ્થા અને પર્યટન સ્થળ તરીકે પણ સામાન્ય વ્યવસ્થા દરગાહ કમીટી ધ્વારા જ ઉભી કરેલ છે.દરગાહ ના પ્રાગણ મા આવેલ લીમડો,સાગ અને ગુંદા ના વૃક્ષો નુ દરગાહ કમીટી ને વિશ્વાસ મા લીધા વિના તેમજ પરવાનગી વિનાજ બારોબાર વેપારીને વેચી દઈ લીલાવૃક્ષો નુ છેદન કરી નાખી તેના લીલા લાકડા ટ્રેકટર મા ભરાવી દઈ સગેવગે કરતા હોય દરગાહ કમીટી ના સભ્યો ને ખબર પડતા જ સ્થળ પર જઈ વૃક્ષો કપાવનાર તેમજ તેઓને સહકાર આપનારા 10 સામે મામલતદાર કચેરી મા અરજી ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી ની માંગ કરાતા વૃક્ષ છેદન કરનારા તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!