પી.એમ.ઓ.ઓફીસ માં ફરિયાદ છતાંય જીઆઇડીસી નું તંત્ર બેખૌફ….!!!

અરજદારે ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દે રાજ્ય ના મુખ્ય સચિવ ને મળવા સમય માંગ્યો

વાગરા તાલુકામાં આવેલ દહેજ અને સાયખાં કેમિકલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ ફાળવણી માં થયેલ ગોબાચારી નો મામલો વધુ ગરમાઇ જવા પામ્યો છે.અરજદારે ગુજરાત અને દિલ્હી કેગમાં રાવ નાંખતા મુદ્દો વધુ આક્રમક બનવાના એંધાણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહયા છે.તો બીજી તરફ રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડનાર અધિકારીઓના ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા અરજદારે રાજ્ય ના મુખ્ય સચિવ પાસે મળવા માટે સમય માંગતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

વાગરા તાલુકામાં આવેલ વિલાયત,દહેજ અને સાયખાં કેમિકલ ઝોન માં સેંકડો કંપનીઓ આવેલી છે.અને હજુ પણ દિનપ્રતિદિન નવા ઉદ્યોગો સ્થાપિત થઇ રહયા છે. એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સામે ઉદ્યોગપતિઓ પણ પ્લોટ મેળવવા માટે GIDC ના ચક્કર કાપી રહ્યા છે.જે બતાવે છે કે તેઓ સાયખાં અને દહેજ માં પોતાના ઉદ્યોગો સ્થાપી રાજ્ય ના વિકાસ માં ફાળો આપવા તૈયાર છે.પરંતુ સાયખાં અને દહેજ માં પ્લોટ ફાળવણી હરાજી થી નહિ કરી GIDC ના ઉચ્ચ અધિકારીઓ એ ઓછા ભાવમાં પોતાના માનીતાઓને પ્લોટો ની લ્હાણી કરી ને રાજ્ય ની તિજોરી ને ભારે આર્થિક નુકશાન પહોંચાડ્યા ની ફરિયાદ વાગરા ના વહિયાલ ગામના અજીતસિંહ રાજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સહિતગુજરાતના મુખ્યમંત્રીને કરી હોવા છતાં તંત્ર તરફ થી કોઈ પગલાં ન લેવા સાથે યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા અજિતસિંહ ને કેગ માં રાવ નાંખવાની ફરજ પડી હતી.તેઓ એ ગુજરાત રાજ્ય ના અને દિલ્હી કેગ વિભાગમાં આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરતા મામલો ગંભીર બનવા પામ્યો છે.તદ્દપરાંત રાજ્ય ના મુખ્ય સચિવ રાજકુમાર પાસે ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા માટે અરજદારે સમય માંગતા ઉદ્યોગ આલમ તેમજ જીઆઇડીસી વર્તુળો મા ચકચાર વ્યાપી જવા પામી છે.હાલ તો વાગરા તાલુકા સહિત જિલ્લામાં પ્લોટ ફાળવણીનો મામલો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.ઉધોગ જગત માં પણ કેટલાક લોકોએ અરજી કરી હોવા છતાં પ્લોટ મેળવી ન શકતા ભારે કચવાટ અનુભવી રહ્યા છે. બીજી તરફ જો ખરેખર રાજ્ય સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો ઘણા મોટા માથાઓ ના નામ બહાર આવે એમ છે.ત્યારે સરકાર આ ગંભીર મામલે કેમ કુણું વલણ અપનાવી રહી છે,અને કોને બચાવવા કામે લાગી છે તે બાબતે પણ તપાસ થવી જોઈએ તેવી લાગણી અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અસંખ્ય ફરિયાદો છતાં પરિણામ શૂન્ય;::પ્લોટ ફાળવણી મામલે અધિકારીઓની મનશુફી યથાવત
પ્લોટ ફાળવણી મામલે રાજ્ય સરકાર પણ કઠેરા મા……???

વાગરા તાલુકામાં આવેલ દહેજ અને સાયખા GIDC મા પ્લોટ ફાળવણી મુદ્દે સરકારમા અનેક ફરિયાદો થવા પામી છે.તેમ છતાં જાણે કંઈ જ ન બન્યુ હોય તેમ જાડી ચામડી ધરાવતા GIDC ના અધિકારીઓ દ્વારા ફરીવાર તા.૮/૧૧/૨૪ ના રોજ મૂળ કિંમતે દહેજ તથા સાયખા ની વસાહતોમાં પ્લોટ ફાળવણી માટે જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી.અને હાલ પણ પ્લોટ ફાળવણી ની કામગીરી અધિકારીઓ ની મનશુફી પ્રમાણે થઈ રહી છે.જેમાં પ્રતિ ચોરસ મીટર ૬૦૦/- ₹ ની લાંચ લેવાતી હોવાની વાત જગજાહેર છે નો આક્ષેપ અરજદારે કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અનેક ફરિયાદો પછી પણ કોઈજ તપાસ નહીં થતા આ મામલે સરકાર પણ નિરસ્તા સાથે આંખ આડા કાન કરતી હોય તેમ દેખાઈ રહ્યું છે.એનો સીધો મતલબ એ જ થઈ શકે છે, કે શું પ્લોટ ફાળવણી માં સરકાર ની મુકસંમતી હશે??? એવા સવાલો અરજદાર અને આમજનતા થી ઉઠી રહ્યા છે.
એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)









