ડભોઇ ના સુંદરકુવા મદ્રેસા થી મહુડી ભાગોળ સુધી બારેમાસ ઉભરાતી ડ્રેનેજ લાઇન બદલી નવી લાઇન નાખવાની કામગીરી છોટાઉદેપુર ના કોંટ્રાક્ટર વી.એસ. પઠાણ ને આપવામા આવી હતી. ટેન્ડર પ્રક્રીયા બાદ બે માસ પર શરુ કરાયેલ કામગીરી મકરદમ ના ભરોશે ગોકળ ગતિએ પુર્ણ થયા બાદ ટેસ્ટીંગ મા જ નિષ્ફળ જતા વિસ્તાર ના લોકો રાત દિવસ આપદા વેઠતા હોય ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

ડભોઇના સુંદરકુવા વિસ્તાર મા ડ્રેનેજ લાઇનની કામગીરી ને બે માસ જેટલો સમય થવા આવ્યો છે. આઠ ઇંચ ના ઘેરાવાની પાઇપો નાખી નવી કુંડીઓ બનાવી રુપિયા-૧૮ લાખ ના ખર્ચે બનાવેલ ડ્રેનેજ લાઇન નુ ડભોઇ નગર પાલિકા ના ચીફ ઓફીસર અને બાંધકામ વિભાગ ના એંજીનીયરો એ સુપર વિજન કરવામા આળશ દાખવી હતી. પરીણામે કોંન્ટ્રાક્ટર પણ સ્થળ પર હાજરના રહેતા આખી કામગીરી મકરદમ ના ભરોશે કોઇપણ જાતની લાઇન દોરી વગર ચાલી હતી. હવે જ્યારે ડ્રેનેજ લાઇનની કામગીરી નુ જોડાણ આપ્યા બાદ પ્રથમ ટેસ્ટીંગ કરાયુ ત્યારે સુંદરકુવા થી વ્હોરવાડ તરફે ડ્રેનેજ ના પાણી પાઇપ માથી કુંડીમા ના ઠલવાતા લાઇન નુ કામ નિષ્ફળ ગયેલ હોવાની પ્રતિતિ થઈ રહી છે. જેના કારણે વિસ્તારના લોકો દુર્ગંધયુક્ત ડ્રેનેજના ખાબોચીયા ભારાયેલા રહેતા, રસ્તાની અગવડતા અને માથાફાટ દુર્ગંધ થી ત્રાહીમામ પોકારી ગયા છે. એટલુ જ નહી સુંદરકુવા વિસ્તાર મા પીવાના પાણી મા પણ ડ્રેનેજ યુક્ત મલીન પાણી આવતુ હોય બિમારી ને આમાંત્રણ મળી રહ્યુ છે. ત્યારે ગતરોજ પણ વિસ્તાર ની મહીલાઓનો મોરચો પાલિકા ખાતે જઈ ઉગ્ર રજુઆતો કરી તાત્કાલીક અસર થી કામગીરી પુર્ણ કરાવવા માટે રજુઆતો કરી હતી. જેથી હવે પાલિકાના જવાબદારો ચેમ્બર છોડી વિસ્તાર મા ખડેપગે ઉભા રહી કામગીરી કરાવે ત્યારે જ પરીણામ મળે તેમ છે. નહીતર પરિસ્થિતિ બદ થી બદતર થાય તો નવાઇ નહી.
(ડભોઇની સુંદરકુવાની ડ્રેનેજ લાઈનને બે માસ થઈ ગયા હોવા છતાં નિષ્ફળ ગયેલ છે. જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારે ઉકેલ છે. જે ડ્રેનેજ લાઈન તસવીરમાં નજરે પડે છે.)
તસવીર :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









