ડભોઇ તાલુકાની નર્મદા કેનાલ જે સેગુવાડા થી મઢેલી સુધી ને પસાર થાય છે. તે કેનલમાં ઠેરઠેર ગાબડા પડેલ હોવાના કારણે આ વિસ્તારના છ થી સાત ગામોના ખેડૂતો ના ખેતરોમાં પાણી ઘુસી જતા તેઓ પારવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. નર્મદા કેનાલના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે ગાબડા રીપેર કરાવામાં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે.

ડભોઇ તાલુકાના સેગુવાડા, કુવારપુરા, મલ્હારપુરા જે ગામમાંથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે.નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ઠેરઠેર ગાબડાથી પાણી લીકેજ થતા આ કેનાલનું પાણી સેગુવાડા ગામના ખેતરો માં પાણી ભરાઇ જતાં મોટા પાયે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ની નિષ્કાળજી ને કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે. ચોમાસા ગયા પછી રીપેરીંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તો પણ રીપેરીંગ કામ થતું ન હોય કેનલના ગાબડા ના કારણે ખેતરોમાં પાણી પહોંચી જાય છે. હાલ ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ જેટલા પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થશે ની ચિંતા નું મોજુ ખેડૂતોમાં ફરી રહ્યું છે. ત્યારે વહેલી તકે નર્મદા કેનાલના જવાબદાર અધિકારીઓ જ્યાં ગાબડા પડ્યા છે. એ કેનાલ ઉપર વહેલી તકે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જેથી ખેડૂતો ના પાકને નુકસાન ના થાય તેમ ધરતીપુત્ર જણાવી રહેલ છે.

ડભોઇ તાલુકાના સેગુવાડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માં ગાબડા પડી જવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









