વર્ષો થી ધંધો કરતા દુકાનદારો માં કચવાટ ની સાથે રોષ…..

ભરૂચ-જંબુસર માર્ગ પર આવેલ દયાદરા ખાતે મુખ્ય માર્ગ ની બંને તરફ ઉભી કરાયેલ કાચી પાકી દુકાનો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા આરંભવામાં આવી હતી.દુકાનો ખસેડવા માટે સંબંધિત તંત્ર દ્વારા અગાઉ કાયદેસર નોટિસો પાઠવી દુકાનો દૂર કરવા જાણ કરવામાં આવી હતી.નોટિસમાં ૭ જાન્યુઆરી નું અલ્ટીમેટમ આપી દુકાનો દૂર કરવા તાકીદ કરાઈ હતી.દરમિયાન સવાર ના શુમારે વહીવટી તંત્ર ના અધિકારીઓ,હાઇવે ઓથોરિટી અને પોલીસ કુમક સાથે દબાણો હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તો બીજી તરફ કેટલાક દુકાનદારો એ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો દૂર કરી તંત્ર ને સહકારી બન્યા હતા.હાલ તો દુકાનો નો સફાયો થતા ધંધો કરતા ધંધાર્થીઓ માટે રોજગારી માટે નો પ્રશ્ન પેચીદો બની જવા પામ્યો છે.દબાણ હટાવવા ની કામગીરી શરૂ થતાં લોકટોળાં ઉમટી પડયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવા ની કામગીરી આગળ ધપતા તંત્ર ના અધિકારીઓ એ રાહત નો દમ લીધો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ









