ડભોઇ બોડેલી માર્ગ પર પણસોલી ગામની સિમમાથી ઢાલનગર તરફે જતા રસ્તા ની આજુબાજુ આવેલા ખેતરો માથી પસાર થતી 11 કેવી ચાલુ વિજ લાઇન ને ત્રણ ખેડુતોના ખેતરો માથી કોઇ અજાણ્યા તસ્કરો કાપી ને ચોરી કરી ભાગી છુટ્યા હતા.ખેતરો માથી ચાલુ વિજ પ્રવાહ ની લાઇનો ફુલ-3684 મીટર કિ.રૂ.1,11.168 રૂપિયા ના મુદ્દામાલ ની અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા વિજ કર્મચારીની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે ચોરી નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ફાઈલ ફોટો
ડભોઇ તાલુકા ના પણસોલી ગામની સિમમા આવેલ પીરમહમદ નુરમહમહમદ ભાગલીયા અને ગોરનબુ બીબનબુ મહુડાવાલા રહે.ડભોઇ તેમજ ગોકળભાઇ નારસિંગભાઇ રાઠવા રહે, ઢાલનગર વસાહત તા. ડભોઈ નાઓના ખેતરો પણસોલી ગામની સિમમા આવેલા છે.જેઓના ખેતરો માથી 11 કે.વી.ની વિજ પ્રવાહ પુરો પાડતી એલ્યુમિનિયમ વાયરો ની વિજ લાઇન પસાર થાય છે.ત્યારે કોઇ અજાણ્યા તસ્કરો એ ચાલુ વિજ લાઇન ત્રણેય ખેડુતોના ખેતરો માથી કાપી નાખી ચોરી કરી લઈ ગયા હતા.ખેડુતો ને બનાવ ની ખબર પડતા પોલીસ ને જાણ કરી હતી. જેથી વિજ કચેરી ને જાણ કરતા બનાવ સ્થળે કર્મચારીઓ ની ટીમ દોડી આવી હતી.જેઓએ સર્વે કરતા 11 કેવી વિજ લાઇનની 3686 મીટર લંબાઇ ધરાવતી લાઇન ના વાયરો ચોરી થઈ … ગયા હતા જેની કિ રૂ.1.11,168 રૂપિયા ની ચોરી થયેલ હોય વિજ કર્મચારીએ ડભોઇ પોલીસ ને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરીયાદ આપતા ગુન્હો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.









