શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર – ત્રાલસા ખાતે શિયાળુ રમોત્સવ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ત્રાલસાની  એમ ઝેડ પટેલ સ્કૂલ ખાતે શીતકાલીન રમત ગમત સ્પર્ધા યોજવામાં આવી હતી.

જેમાં શાળાના ધોરણ-૧ થી ૮ ના તમામ બાળકો એ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ્ભરે ભાગ લીધો હતો.રમતોત્સવ માં વિદ્યાર્થીઓ ની રસ,રુચીને ધ્યાન માં રાખીને સંગીત ખુરસી,લીંબુ ચમચી,કોથળા દોડ ,ડબ્બા ફોડ ,એક મિનિટ બિસ્કીટ સ્પર્ધા ,એક મિનીટ માં ફુગ્ગા ફૂલાડવા ,ત્રીપગી દોડ.રસ્સાખેચ અને લોટ ફૂંકણી જેવી રોચક રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું .આ રમતોત્સવ માં ધોરણ-૧ થી ૮ ના ૪૦૦ જેટલા બાળકોએ ઉમંગભેર ભાગ લઇ ખેલકુંભ ને સફળ બનાવ્યો હતો.

શિક્ષકોએ પણ સંગીત ખૂરશી ની રમતમાં પોતાની શરમ ,સંકોચ ને દુર કરીને થનગનાટ સહ બાળકો સાથે ભાગ લીધો હતો. બાળકોના અનેરા ઉત્સાહથી વાતાવરણ આનન્દમય બની ગયું હતું. બાળકોનો ઉત્સાહ વધારવા રમતોત્સવ માં મુખ્ય મહેમાન તરીકે અસ્મિતા વિકાસ કેન્દ્ર – ત્રાલસા ના ફાઉન્ડર પ્રવીણ કાકા , CRC ઘનશ્યામભાઈ, શાળા પ્રમુખ કિર્તીભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર, માજી ઉપપ્રમુખ પંકજભાઈ પંડયા, ગામના સામાજિક કાર્યકર દીપકભાઈ સહિત અનેક આગેવાનો એ હાજરી આપી હતી.

રમતોત્સવ નિમિતે ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનોનું શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ ધ્વારા શાબ્દિક સ્વાગત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું..રમતોત્સવ નું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ભાવનાબેન અને અજમીનાબેન ધ્વારા કરવામાં આવ્યું હતું.

તસવીર :- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!