વાગરા: સેફટીના સાધનો વિનાજ વીજ કર્મીઓ થાંભલે ચઢી ગયા.!, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.??

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

DGVCL દ્વારા વીજકર્મીઓ પાસે સેફ્ટી વિના કામ કરાવવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

વાગરા DGVCL ની ગંભીર બેદરકારી સામે આવી છે. ગતરોજ વાગરામાં સતડાઉન લઈ વીજ કર્મીઓએ કામગીરી હાથ ધરી હતી. વાગરાના અનેક વિસ્તારોમાં નવા વિજપોલ તેમજ કેટલીક જગ્યાએ નવા TC લગાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યા ક્યાંકને ક્યાંક સેફટીનો અભાવ જણાય રહ્યો છે. અંદાજીત 25 ફૂટની ઉંચાઈએ વીજ કર્મીઓ સેફટીના સાધનો વિનાજ કાર્ય કરતા કેમેરામાં કંડારાય ગયા હતા.

 

શું DGVCL ને પોતાના કર્મચારીઓની કોઈજ ચિંતા નથી? શા માટે સેફટીના સાધનો વિના જોખમી કામ કરવા કર્મીઓ મજબૂર થયા હશે.?, શું DGVCL તરફથી સેફટીના સાધનો આપવામાં નથી આવતા? જેવા અનેક સળગતા સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે. વાગરાની આરોગ્ય ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં DGVCL દ્વારા સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન સેફટીનો અભાવ જોવા મળ્યો હતો.

જે અંગેના કેટલાક ફોટો, વિડીયો વાયરલ થયા હતા. ત્યારે આ અંગે જવાબદાર અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.  

સેફટી વિના કામ કરી રહેલા કામદારોથી આશ્ચર્ય :-* વિજકર્મીઓ કોઈપણ જાતની સેફટીના સાધનો વગર કામ કરતાં જણાઈ આવ્યા હતાં. અને આવી સ્થિતિમાં જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? એક તરફ સરકાર દ્વારા સેફટી વિભાગ અંતર્ગત સેફટીના નામે મોટી-મોટી વાતો અને ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વાગરામાં વીજ કર્મીઓને આપવામાં આવતી સેફટી માત્ર કાગળ ઉપરજ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા જાનહાની અને નુકશાન થાય તેવી કામગીરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવે અને દરેક કામદારોને જરૂરી સેફટીના સાધનો અને સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ સેફટી અંગે બેદરકારી દાખવતા તંત્રના અધિકારી કે કર્મચારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સળગતા સવાલ..

શું DGVCLને તેમના કર્મચારીઓની કોઇ ચિંતાજ નથી.?

કર્મીઓને સેફ્ટીના સાધનો વિના કેમ કામ કરવા મોકલવામાં આવ્યા.?

સેફ્ટી વિના વીજપોલ ઉપર કામ કરવા કેમ કર્મીઓને મજબૂર કરાયા.?

કર્મચારીઓ પાસે કેમ જીવના જોખમે કામ કરાવો છો સાહેબ.? : પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન.!

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!