વાગરા: ગેરકાયદે ખનીજ વહન કરતા હાઈવાને મામલતદારે જપ્ત કર્યો, 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યુ હતું. તે દરમિયાન પખાજણ – રહીયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકીંગ કરતા તેમા ૩૬.૩૬ મે.ટન સાદી રેતી ખનીજનુ ગેરકાયદેસર રીતે વહન કરી વાણીજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો.

 ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો – ૨૦૧૭ ના ભંગ બદલ વાહન જપ્ત કર્યું હતુ. વાહન નંબર જી.જે ૧૬ AW-૦૭૪૪ જેની અંદાજીત કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ સદરહું વાહનનો કબ્જો વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પંથકનાં માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સદ્દામ બી. ભટ્ટી, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!