વાગરા ના સાયખાં,વિલાયત અને દહેજ GIDC માં ભ્રષ્ટાચાર બાબતે પ્રેસવાર્તા યોજાતા ખળભળાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્ય સરકારની તિજોરીને કરોડો નું નુકશાન પહોંચાડનાર એમ.ડી સામે તટસ્થ તપાસ ની માંગ

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા સ્થિત સાયખાં,વિલાયત અને દહેજ GIDC માં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.અરજદારે થોડા સમય અગાઉ વડાપ્રધાન ને પાઠવેલ પત્ર ને અનુસંધાને GIDC વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા આક્ષેપકારે શંકા-કુશંકા વ્યક્ત કરી હતી.આ અંગે ની અરજદારે વાગરા ખાતે પ્રેસ વાર્તા કરી GIDC માં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ ની માંગ કરતા GIDCની કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ભરૂચ જિલ્લો ઉધોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ વાગરા ની દહેજ,વિલાયત અને સાયખાં GIDCમાં પ્લોટ ફાળવણી માં કથિત ભ્રષ્ટાચાર થયાની દિલ્હી સુધી વાગરા ના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે ભારત ના વડાપ્રધાન ને લેખિત ફરિયાદ કરી હતી.

આ અંગે ગાંધીનગર GIDC વડી કચેરીએ પી.એમ. ને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી.કચેરીએ અરજદાર ને સહી વિના નો પત્ર પાઠવી વડી કચેરીએ આધાર પુરાવા લઈ હાજર રહેવા ફરમાન કર્યું હતુ.GIDC ના તુઘલખી અને સહી વિનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્ર ને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા.તેમણે વાગરા ખાતે યોજેલ પ્રેસ વાર્તામાં જણાવ્યુ હતુ કે જે વિભાગ ના એમ.ડી. રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચાર ના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશે….???? આ તો દુધ નું રખોપુ બિલાડી ને સોંપવા બરાબર છે.જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કેમ તેની ખબર કઇ રીતે પડશે.GIDC માં પ્લોટ ફાળવણી ની પ્રક્રિયા માં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે.અને તેઓને હરાજી દ્વારા જગ્યા એલોટ કરવાની હોય છે.જેટલી હરાજી ની રકમ વધારે આવે તેટલો વધુ આર્થિક લાભ રાજ્ય સરકાર ને મળે. પરંતુ એમ.ડી રાહુલ ગુપ્તા એ સેચ્યુરેટેડ ઝોન ને અનચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓ ને સસ્તા પ્લોટ ની ફાળવણી કરી સરકારી મિલકત ની લ્હાણી કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાન ને પત્ર પાઠવ્યો છે.હવે જોવુ રહ્યુ કે આગળ ની કાર્યવાહી કેવી રીતે થાય છે.હાલ તો અરજદાર ન્યાય માટે વલખાં મારી રહ્યો છે.સરકાર આ બાબતે પારદર્શક અને ઉંડાણપૂર્વક ની તપાસ હાથ ધરે તો મસ મોટું કૌભાંડ ઉજાગર થાય તેમ છે.જીઆઇડીસી ના કૌભાંડી ભ્રષ્ટાચારિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ અરજદારે કરી છે.

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!