દહેજ ની જીએફએલ કંપનીમાં ગેસગળતર થતા સર્જાયેલ દુર્ઘટના માં ચાર ના મોત.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા ના દહેજ ની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં હતા.ઘટનાને પગલે ઉદ્યોગ જગતમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.ગેસ લીકેજ ની ઘટના કંપનીના સીએમએસ પ્લાન્ટમાં બની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. કંપની ના પ્લાન્ટ માં વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી.

ગેસ દુર્ઘટના નો ભોગ બનેલા કામદારો ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતા. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના અંગે દહેજ મરીન પોલીસ સૂત્રો થકી પ્રાપ્ય થયેલી વિગતો અનુસાર ગત રાત્રે સાડા નવ વાગ્યા ની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથેઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રીસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઈડ, CT ક્લોરોફોમ અને HCL વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે, તેમાં બે ગેસ પાઈપલાઈન માંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મહેશ નંદલાલ રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, ગામ. અંભેટા, તા.વાગરા, જી. ભરુચ, મુળ રહે. ગામ- કેન, રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) તથા રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા.બી  એક્વીસ ઘનિષ પાર્ક ત્રીમુર્તિ હોલ પાસે શક્તિનાથ, ગામ. ભરૂચ, તા. ભરુચ. જી. ભરુચ.અને સુચિતકુમાર સુગ્રિમપ્રસાદ રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, ગામ. That’s, તા.વાગરા, જી. ભરુચ, મુળ રહે.ગામ- કેન, રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) તેમજમુ દ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉ.વ.૨૯ ને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓ.એચ.સી ખાતે આપવામાં આવી હતી.જ્યારે વધુ સારવાર માટે કામદારો ને ભરૂચની 7 એક્સ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા કામદારોને ICUમાં સારવાર અર્થે રખાયા હતા. સારવાર દરમિયાન કર્મચારીઓ ને ફરજ પર હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યાં હતા.ઘટના સંદર્ભે તથ્ય જાણવા કંપની ના ઉચ્ચ અધિકારી સુનિલ ભટ્ટ સહિતના અન્ય અધિકારો નો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું મુનાસીબ માન્યું ન હતું. ગેસ ગળતર માં ચાર લોકો મોત ને ભેટતા દહેજ ઉદ્યોગ જગત સહિત વાગરા પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી હતી.જ્યારે કંપની દ્વારા સુરક્ષા ઉપકરણો ના ઉપયોગમાં ઢીલી નીતિ રીતિ અપનાવવા માં આવતી હોવાને કારણે ચાર કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાની મોટાપાયે લોકબૂમો પણ પંથકમાંથી ઉઠવા પામી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!