વાગરાના દહેજ PCPIRમાં ગ્રીડ ફેલ્યોરથી વીજળી ગુલ જવા પામી હતી.હલદરવા લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતાં સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે.દહેજ PCPIR (પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન) વિસ્તારમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતાં સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં વિજકટોકટી સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર હલદરવા લાઇનમાં ગ્રીડ ફેલ્યોર સર્જાતાં દહેજ PCPIR વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.વીજળીનો અચાનક પુરવઠો બંધ થતાં દહેજના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામગીરી પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં વીજ પુરવઠો ખોરવાતાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાવાની સાથે ઉદ્યોગ સંચાલકો અને કર્મચારીઓમાં પણ ચિંતા જોવા મળી હતી.દહેજ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારમાં વીજળીની અવિરત ઉપલબ્ધતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્યારે હલદરવા લાઇનમાં સર્જાયેલા ગ્રીડ ફેલ્યોરના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાતાં વીજ તંત્રની વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.હાલ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી અને વીજળી ક્યારે શરૂ થશે તે અંગેની સત્તાવાર માહિતી અંગે જાણકારી પ્રાપ્ત થઈ નથી.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા – દહેજ








