વાગરા નગરની આરોગ્ય ચોકડી નજીક બે બાઇક વચ્ચે સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.આદિલ રેસ્ટોરન્ટની સામે બનેલી ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનિ માહિતી પ્રાપ્ત થઈ છે.વાગરાની આરોગ્ય ચોકડી નજીક બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક પર સવાર ત્રણ લોકોને વત્તા ઓછા અંશે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે મદદરૂપ બન્યા હતા.ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ઇજાગ્રસ્ત રાણા ઈમરાન માનસંગ રહે-પહાજ,ઉંમર ૪૦ તેમજ રાજ જેનુલ ઐયુબ અને કેફુ ઈમરાન રાજ રહે-વાગરાને પ્રાથમિક સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતાં તેમને ભરૂચની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.બીજી તરફ,અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના પગલે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.

વાગરાની આરોગ્ય ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતે વાહનચાલકોની સાવચેતી અને માર્ગ સલામતીના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. હાલ તો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને વધુ સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









