જંબુસરના કાવી પંથકની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ૧૧ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદને આધારે કાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં સંજય જેસંગ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે.

બાળકી શાળાએ આવતી-જતી હતી ત્યારે આરોપી તેને હેરાન કરતો હોવાનો આક્ષેપ છે.એટલું જ નહીં, બાળકી સાથે ફરીથી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી તેને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.આરોપીએ બાળકી મંદિરના ઓટલા પર બેઠી હતી ત્યારે તેની મોટી માતાએ ખેતરમાં પાણી મંગાવ્યું છે તેમ કહી તેને ખેતરમાં મોકલી હતી.ત્યારબાદ એકાંતનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો પણ આક્ષેપ છે.ઘટનાનો ભોગ બનેલી બાળકીના પિતા નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે બાળકી મૂંઝવણમાં અને ચિંતિત જણાતાં તેમણે તેની પૂછપરછ કરતા બાળકી સાથે બનેલી સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતાં કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.ગંભીર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ સંજય જેસંગ ઠાકોર નામના આરોપીને ઝડપી લીધો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાની ઉંમરની બાળકી સાથે બનેલી આ ઘટનાએ સમાજમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!