દહેજમાં ટેન્કરની અડફેટે પતિની નજર સમક્ષ પત્નીનું કરુણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી દહેજમાં માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યાની ઘટના નોંધાઈ છે. રિલાયન્સ કંપનીના ગેટ નંબર-૪ નજીક ટેન્કરની અડફેટે બાઈક પર જઈ રહેલી જાગેશ્વરની એક પરપ્રાંતીય મહિલાનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

અકસ્માતને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બિંદુદેવી સંજુ મિશ્રા તેમના પતિ સાથે બાઈક પર પરિવાર સહિત દહેજ તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાન રિલાયન્સ કંપનીના ગેટ નંબર-૪ પાસે એક ટેન્કરચાલકે બાઈકને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બિંદુદેવીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પતિની નજર સામે જ પત્નીએ જીવ ગુમાવતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હસતા-રમતા પરિવારની ખુશીઓ એક જ ક્ષણમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાએ માર્ગ સલામતી સામે પણ સવાલો ઉભા કર્યા છે.

નોંધપાત્ર છે કે અકસમાત સર્જાયા બાદ ટેન્કરચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.એક તબક્કે પરિજનો તેમજ ઉપસ્થિત લોકોએ મહિલા ની લાશને ઘટના સ્થળે થી હટાવવાનો નન્નો ભણી દીધો.કલાકો ના સમય વીત્યા બાદ સ્થાનિક આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતક ની લાશ ઘટના સ્થળેથી હટાવી લેતા મામલો થાળે પડ્યો હતો.

દહેજ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ફરાર ટેન્કરચાલકને શોધવાની તજવીજ હાથ ધરી હતી.દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ,વાગરા – દહેજ 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!