ભરૂચ ખાણ-ખનિજ વિભાગ દ્વારા શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા,૩ કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાણ-ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા પાડી ૩ કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રએ લાલઆંખ કરી છે.ભરૂચ જિલ્લા ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની ટીમે શુક્લતીર્થ સહિત ઝઘડિયા અને આમોદ તાલુકામાં દરોડા પાડી કુલ રૂ.૩.૧૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગરથી મળેલા આદેશો તેમજ ૩૦ સપ્ટેમ્બર બાદ નર્મદા નદીના પટમાં રેતી ખનન પર નિયંત્રણો હોવા છતાં શુક્લતીર્થ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન થતું હોવાની માહિતીને આધારે ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમે દરોડો પાડ્યો હતો.શુક્લતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં તપાસ દરમિયાન ૩ એક્સકવેટર મશીન, ૧ બાર્જ અને ૨ યાંત્રિક નાવડીઓ મળી આવતા તમામ સાધનોને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં દેવેન્દ્રસિંહ પરમાર અને કર્તવ્ય ઠાકોર દ્વારા બિનઅધિકૃત ખનન કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. ખાણ-ખનિજ વિભાગે ઝઘડિયા અને આમોદ તાલુકામાં સિલિકા સેન્ડ,બ્લેકટ્રેપ અને સાદી રેતીના બિનઅધિકૃત વહન સામે પણ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કુલ ૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.ખાણ-ખનિજ વિભાગની સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂ.૩.૧૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!