આમોદ મામલતદાર કચેરી ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્ટાફે હાથમાં ઝાડું લઈ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ મામલતદાર કચેરી ખાતે  મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર ડૉ. મયુર વરિયાના માર્ગદર્શન હેઠળ કચેરીની આંતરિક જગ્યાઓ તેમજ કચેરીના પટાંગણમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.સફાઈ અભિયાન દરમિયાન મામલતદાર સાથે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર, નાયબ મામલતદારો, કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડું અને ડસ્ટબિન લઈ કચેરીના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી હતી.‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મધ્યાહન ભોજન સંચાલકો, સસ્તા અનાજની દુકાનના સંચાલકો સહિત વિવિધ કર્મચારીઓ પણ જનભાગીદારી સાથે જોડાયા હતા.આમોદ નગરપાલિકાના સહયોગથી કચેરી પરિસરમાં સફાઈ કામગીરીને વધુ વ્યાપક બનાવવામાં આવી હતી.

અભિયાન દરમિયાન કચેરીના પટાંગણમાંથી કચરો એકત્ર કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.‘ચોખ્ખું ઘરનું આંગણું અને ચોખ્ખો ઘરનો ચોક’ની ભાવનાને સાકાર કરતાં સમગ્ર કચેરી પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે માત્ર એક દિવસ પૂરતી સફાઈ પૂરતી ન રહે પરંતુ કચેરી પરિસરમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિયમિત જાળવણી અને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ગાંધી જયંતિના અવસરે યોજાયેલા આ અભિયાન દ્વારા સરકારી કચેરીના પરિસરને સ્વચ્છ રાખવાની સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને જનભાગીદારી ની ભાવના કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ

 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!