ભરૂચમાં સંસ્કૃત મુખ્ય વિષયના શિક્ષકો માટે ‘સંસ્કૃત વિષય સંવર્ધન તથા પ્રવૃત્તિસભર શિક્ષણ કાર્યશાળા’ યોજાઈ હતી.જેમાં ભરૂચ જિલ્લાભરના મુખ્ય સંસ્કૃત વિષયના શિક્ષકોએ ઉપસ્થિત રહી તાલીમ પ્રાપ્ત કરી હતી.વર્ગખંડમાં સંસ્કૃત શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવા શિક્ષકોને ખાસ માર્ગદર્શન અપાયું હતું.

ભરૂચ જિલ્લામાં સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ સુદૃઢ, રસપ્રદ અને પ્રવૃત્તિસભર બનાવવાના હેતુથી ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા શબરી વિદ્યાપીઠમ સ્કૂલ,ભરૂચના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત વિષય સંવર્ધન તથા પ્રવૃત્તિસભર શિક્ષણ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લાના સંસ્કૃત વિષયને મુખ્ય વિષય તરીકે ભણાવતા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળા દરમિયાન વિષય નિષ્ણાતો દ્વારા સંસ્કૃત વિષયના વિવિધ પાસાઓ અંગે ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વર્ગખંડમાં સંસ્કૃત વિષયનું શિક્ષણ વધુ સરળ, સહજ, રસપ્રદ અને પ્રવૃત્તિમય કેવી રીતે બનાવી શકાય તેમજ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા બોલવામાં વધુ આત્મવિશ્વાસ કેળવે તે માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે શિક્ષકોને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.શિક્ષકોને સંસ્કૃત ભાષાના શિક્ષણમાં નવીન પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ કેળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા સિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલ દ્વારા ૧૦ કાર્યશાળાઓ બાદ શિક્ષકો કડકડાટ સંસ્કૃત બોલતા થઈ જશે નો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ કાર્યશાળાનો મુખ્ય હેતુ શિક્ષકોને જરૂરી શૈક્ષણિક સાધનો,નવીન પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓથી સજ્જ કરી સંસ્કૃત શિક્ષણને વધુ અસરકારક તથા જીવંત બનાવવાનો રહ્યો હતો.
સૈયદ અમજદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








