જંબુસરમાં એક જ રાતમાં બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત ત્રણ સ્થળોએ ચોરીથી ચકચાર :: ચોરો cctv મા થયા કેદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર;શહેરમાં માં એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.ચોરો cctv કેમ્પમાં આબાદ રીતે કૈદ થયા હતા.જંબુસરમા ટૂંકા સમયગાળામા અનેક જગ્યા ઉપર ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.જંબુસર નગરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી આતંક મચાવવાની ઘટના સામે આવી છે. એક જ રાતમાં નગરના એક જ વિસ્તારમાં આવેલા બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત કુલ ત્રણ સ્થળોએ ચોરીના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનામાં જંબુસરમાં આઠ જેટલા મંદિરોમાં ચોરીના બનાવો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તાજેતર ના બનાવમાં એક મંદિરના આશરે ૧૦ મીટરના વિસ્તારમાં પોલીસ પોઇન્ટ હોવા છતાં ચોરી થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.ચોરીની ઘટનાના CCTV ફૂટેજમાં એક શખ્સ ચોરી કરવા આવ્યો હોવાના દૃશ્યો કેદ થયાનું પ્રકાશમાં આવ્યું છે. મંદિરો ઉપરાંત કબ્રસ્તાનમાં પણ તસ્કરોએ આતંક મચાવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.એકરાતમાં ત્રણ સ્થળોએ ચોરીના બનાવોથી સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કરોને ઝડપી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!