ભાવનગરમાં સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ મામલે વાગરામાં કોંગ્રેસ-‘આપ’ સહિતના વિપક્ષી નેતાઓનું ભેદી મૌન ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.વાગરામાં વિરોધ પક્ષની રહસ્યમય ચૂપકીદી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.સાથે જ લોકોના તીખા સવાલોને પગલે વાગરા પંથકનું રાજકીય વાતાવરણ ગરમાયુ છે.સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ નો વંટોળ ઉભો થયો છે,ત્યારે વાગરામાં કોંગ્રેસ-‘આપ’ સહિતના વિપક્ષી નેતાઓનું સૂચક મૌન ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગરના કથિત લઠ્ઠાકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય ઉષ્મા પ્રસરી જવા પામી છે. વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે વાગરા પંથકમાં વિરોધ પક્ષની સંપૂર્ણ નિષ્ક્રિયતા હવે સ્થાનિક રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓનું કેન્દ્ર બનવા પામી છે.ભરૂચ શહેર, આમોદ સહિત અનેક સ્થળોએ વિપક્ષી દળો રસ્તા પર ઉતરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વાગરામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના સ્થાનિક વિપક્ષી નેતાઓ દ્વારા આ ગંભીર મુદ્દે કોઈ નોંધપાત્ર વિરોધ, આવેદનપત્ર કે જાહેર પ્રતિક્રિયા સામે ન આવતાં અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.સવાલ એ છે કે, જ્યારે સમગ્ર રાજ્યમાં જનઆક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે વાગરાના વિપક્ષી નેતાઓ કેમ મૌન ધારણ કરીને બેઠા છે? શું વાગરાના વિપક્ષને આ મુદ્દાની ગંભીરતા સમજાતી નથી? શું જનતાના પ્રશ્નો અને સંવેદનાઓ પ્રત્યે સ્થાનિક વિપક્ષી નેતૃત્વની કોઈ જવાબદારી નથી? કે પછી આ ચૂપકીદી પાછળ કોઈ રાજકીય ગણિત કે અંદરખાનેનું સેટિંગ તો જવાબદાર નથી ને ?? કારણ કે વિપક્ષનું કામ માત્ર ચૂંટણી સમયે મતની લાલચમાં બિલાડીના ટોપ ની માફક ફૂટી નીકળવું નહીં, પરંતુ જનતાના હિતના પ્રશ્ને સત્તાધીશો સામે મજબૂત અવાજ ઉઠાવવો પણ છે.દારૂબંધી ધરાવતા ગુજરાતમાં કથિત ઝેરી દારૂના બનાવો અંગે જનતામાં ચિંતા હોય ત્યારે સ્થાનિક વિપક્ષ જો ચૂપ રહે, તો તેના પોતાના કાર્યકરો અને સમર્થકોમાં પણ નિરાશા ફેલાય તે સ્વાભાવિક છે.વાગરાની જનતાનો સીધો સવાલ છે કે વિપક્ષ આખરે ક્યારે જાગશે?જો સરકાર સામે સવાલ ઉઠાવવાનો સમય પણ વિપક્ષ માટે મૌન રહેવાનો હોય, તો પછી જનતા કોની પાસેથી પોતાના પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખે? આ મુદ્દે વાગરાના કોંગ્રેસ, ‘આપ’ સહિતના તમામ વિપક્ષી નેતાઓએ તાત્કાલિક પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી જનતાની વચ્ચે આવવું જોઈએ. મૌનને હવે રાજકીય જવાબદારીમાંથી છટકવાનો માર્ગ ન બનાવવો જોઈએ.જનતાના પ્રશ્ને જે અવાજ નહીં ઉઠાવે, તેની રાજકીય ભૂમિકા અંગે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. હવે વાગરાની જનતા જવાબ માંગે છે કે “વિપક્ષ ક્યાં ગુમ થયા છે???”
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









