વાગરા નગરમાં આન,બાન અને શાન થી ‘ઈદે મિલાદુન નબી’ ની ભવ્ય ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા નગર ખાતે આન,બાન અને શાન થીઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)સાહેબ ના પવિત્ર જન્મદિન નિમિત્તે ‘ઈદે મિલાદુન નબી’ નો તહેવાર અત્યંત શ્રદ્ધા, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મુબારક અવસરે સમગ્ર વાગરા પંથકમાં ઇસ્લામિક ઝંડાઓ અને રોશનીના શણગાર સાથે નબી પ્રત્યેનો અખૂટ પ્રેમ સ્પષ્ટપણે નજરે પડતો હતો, જેમાં સર્વસમાજ દ્વારા ઉત્સાહભેર સહભાગી બની કોમી એકતાનું અનોખું દર્શન કરાવવામાં આવ્યું હતું.​ઇદે મિલાદ નિમિત્તે​પવિત્ર તહેવારના ભાગરૂપે વાગરા ખાતે એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જુલુસનો પ્રારંભ જુમ્મા મસ્જિદ ખાતેથી અદબ અને દુઆ સાથે કરવામાં આવ્યો હતો.​ત્યારબાદ આ જુલુસ વાગરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું.જુલુસ જુમ્મા મસ્જિદથી રવાના થઈને મુખ્ય બજારના ધમધમતા વિસ્તારોમાંથી પસાર થઈ ડેપો સર્કલ પર પહોંચ્યું હતું. ત્યાંથી આગળ વધીને જુલુસ જુમ્મા મસ્જિદ ખાતે પહોંચીને સંપન્ન થયું હતું. જુલુસ દરમિયાન સમગ્ર માર્ગ ‘યાનબી સલામ અલયકા’ અને નારાએ તકબીરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.​નાત શરીફના પઠનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


​જુલુસમાં સામેલ યુવાનો અને વડીલો દ્વારા પયગંબર સાહેબની શાનમાં સુંદર અને મનમોહક નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. મધુર સ્વરમાં રજૂ થયેલા કલામો અને દરૂદ શરિફના અવાજોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા સાથે પવિત્ર બની ગયું હતું. ઉપસ્થિત જનમેદનીએ અદભુત શિસ્ત અને અંદાજમાં પોતાની મોહબ્બત નો પરચો દેખાડ્યો હતો.ઝુલુસ દરમિયાન
ચોકલેટ અને દૂધ-કોલ્ડ ડ્રિંક્સ સહિત અવનવી વનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.​

 

ઇદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણીના અવસરે ખુશી વ્યક્ત કરવા માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જુલુસના માર્ગ પર ઠેર-ઠેર અને જુલુસમાં જોડાયેલા લોકો દ્વારા ઉપસ્થિત સૌ અગ્રણીઓ તથા નાગરિકોને ચોકલેટ તેમજ દૂધ અને કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ આ મીઠાસની વહેંચણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને પરસ્પર પ્રેમ તથા ભાઈચારાની ભાવના ઉજાગર કરી હતી.​વાગરા પોલીસ દ્વારા અનિચ્છનીય ઘટનાને ટાળવા તેમજ વિશાળ ધાર્મિક મહોત્સવ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.​વાગરાના નગરવાસીઓએ એક બીજા સાથે ખભે થી ખભા મિલાવી શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં તહેવાર ઉજવીને તાલુકામા પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!