વાગરા ના દહેજ ગામે આવેલ વાડી ફળીયા માથી દેશી કટ્ટા સાથે એક ઈસમ ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક ડૉ. અનિલ સિસારાના માર્ગદર્શન મુજબ,દહેજ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલા ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કો નિલાભાઈ રામાભાઈ તથા પો.કો. ગૌતમભાઈ રતિભાઈ ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, દહેજ ગામે વાડી ફળીયા નજીક એક ઇસમ અનિલકુમાર અરવિંદભાઈ ગોહીલ તેની સાથે ગેર-કાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) પોતાની સાથે રાખી ફરે છે.જે ચોકકસ બાતમીને આધારે સદર જગ્યા ઉપર જઇ પોલીસે તપાસ કરતા એક ઇસમ ત્યાં હાજર હતો.

જેને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી.જેથી સદર આરોપી વિરૂધ્ધમાં દહેજ પોલીસે ધી આર્મ્સ એકટ (૧૯૫૯) ની કલમ ૨૫(૧)(એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા – દહેજ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









