વાગરા તાલુકાના અરગામા થી વિલાયત ચોકડી તરફ જતા રોડ પર સર્જાયેલ અકસ્માતમા નિલગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. અરગામાથી ભરૂચ તરફ જઈ રહેલી અર્ટિગા કાર સાથે રોડ ક્રોસ કરી રહેલી નીલગાય જોરદાર રીતે અથડાતા નીલગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,જ્યારે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.કાર અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માતના જોરદાર અવાજથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સદનસીબે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો.જ્યારે નીલગાય મોત ને ભેટી હતી.અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો.કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે અરગામા-વિલાયત ચોકડી માર્ગ પર રાત્રિના સમયે તેમજ વહેલી સવારે નીલગાયો અને અન્ય જંગલી પશુઓની સતત અવરજવર રહે છે.અગાઉ પણ ઉક્ત માર્ગ પર પ્રાણીઓ સાથે વાહનો ટકરાવવાના અનેક બનાવો નોંધાઇ ચુક્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









